New Delhi તા.13
દેશમાં કરોડો લોકો દર વર્ષે જનરલ લાઈફ અને હેલ્થ વિમામાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. આમ છતાં વ્યવસ્થાગત ખામીઓના કારણે અનેકવાર કલેમ રકમની તુલનામાં પેમેન્ટ ઓછુ થઈ રહ્યું છે.આવા કિસ્સાઓમાં ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)ની નજર મંડાઈ છે.
દેશમાં હેલ્થ ઈુસ્યોરન્સ કલેમનાં આંકડા બતાવે છે કે કલેમ સેટલમેન્ટ રેશીયો તો ઠીક છે.પણ કલેમ કરવામાં આવેલી પુરી રકમ આપવામાં કંપનીનો રેકોર્ડ સારો નથી.
હવે વીમા ક્ષેત્રની નિયામક સંસ્થા ઈરડાનું ધ્યાન આ કમી તરફ ગયુ છે. તો તેણે આ દિશામાં સુધારા માટે એક સમિતિની રચના કરી છે.આ સમિતિનો ઉદેશ હેલ્થ ઈુસ્યોરન્સ કલેમ સેટલમેન્ટમાં મોજુદ ખામીઓ અને અંતરાલોની ઓળખ કરવાનો છે.
ઈરડાનાં અધ્યક્ષ અજય શેઠનું કહેવુ છે કે હેલ્થ ઈુસ્યોરન્સ કલેમ સેટલમેન્ટની સંખ્યા તો વધુ છે.પરંતુ ચુકવવામાં આવતી રકમ અપેક્ષા કરતા ઓછી છે.
વીમા લોકપાલ વચ્ચે ફરિયાદો વધી
વીમા ભરોસા પ્લેટફોર્મ પર ગત વર્ષે 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ. તેમાંથી 99 ટકા ફરિયાદોમાં નિકાલ કરી દેવાયો છે. જયારે વીમા લોકપાલ પાસે ફરિયાદો સતત વધી રહી છે. 2022-23 માં પર હજાર 300 ફરિયાદો હતી જે 2023-24 માં વધીને 53 હજાર 230 સુધી પહોંચી છે. 33 હજાર ફરિયાદોનો ઓનલાઈન સુનાવણીથી નિકાલ થયો છે.
વીમા કંપનીઓએ ક્ષેત્ર વધારવું પડશે
આઈઆરડીએઆઈંનું માનવું છે કે વીમા કંપનીની પહોંચ હજુ પણ ઓછી છે.તેનું ક્ષેત્ર વધી રહ્યું છે. પરંતુ વીમામાં સામેલ લોકોની સંખ્યા ઝડપથી વધારવી પડશે. ગ્રામીણ, મહિલાઓ અને પછાત વિસ્તારો સુધી વીમા પહોંચાડવો પડશે.

