Bihar,તા.14
2024ની લોકસભા ચૂંટણીમાં પાતળી બહુમતી સાથે આંચકો અનુભવ્યા બાદ મહારાષ્ટ્ર-હરિયાણા સહિતની ધારાસભા ચૂંટણીઓમાં જબરી ફતેહ મેળવનાર ભાજપ નેતૃત્વના નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (એનડીએ)એ આ વર્ષની અંતિમ બિહાર ધારાસભા ચૂંટણીમાં પ્રારંભીક તબકકામાંજ પ્રચંડ સરસાઈ સાથે 2020 કરતા પણ મોટી બહુમતીથી શાસન ફરી સંભાળી લેવા ભણી દોટ છે.
243 બેઠકો પર આજે સવારે 8 વાગ્યે શરૂ થયેલી ગણતરીમાં છેલ્લા અહેવાલ મુજબ ભાજપ નેતૃત્વના એનડીએ એ 161 બેઠકો પર સરસાઈ સ્થાપી છે જયારે રાષ્ટ્રીય જનતાદળના વડપણ હેઠળના મહાગઠબંધનને 78 બેઠકો પર જયારે પ્રથમ વખત કેજરીવાલ સ્ટાઈલથી રાજયમાં બદલાવની રાજનીતિ સામે ચુંટણીમાં ઝુંકાવનાર સફળ પોલીટીકસ મેનેજર પ્રશાંત કિશોર નિષ્ફળ સાહસિક રાજનેતાના વર્ચસ્વ હેઠળના જનસુરાજ પક્ષને ફકત 2 બેઠકો પર સરસાઈ મળી છે.
આમ 2020 કરતા પણ એનડીએ રાજયમાં વધુ મજબૂત શાસક તરીકે શાસન સંભાળશે તે નિશ્ચિત છે. રાજયમાં બે તબકકામાં યોજાયેલા મતદાન પુર્વેનો પ્રચાર જબરો સ્પર્ધાત્મક બની રહ્યો હતો પણ મુખ્યમંત્રી નિતીશકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જીન જોડીએ રાજયમાં રાજદ, કોંગે્રસ, ડાબેરીઓના ગઠબંધનને પરાજીત કરવામાં સફળતા મેળવી હોય તેવું સ્પષ્ટ ચિત્ર બની રહ્યું છે.
વિપક્ષના નેતા શ્રી તેજસ્વી યાદવ, એનડીએ શાસનના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ભોજપુરી અભિનય મેથીલી ઠાકુર રાજદના યુવા લઘુમતી ઉમેદવાર ઓસામા શહાબ જનતાદળ (યુ)ના બાહુબલી નેતા અનંતકુમાર આગળ ચાલી રહ્યા છે પણ લાલુ પ્રસાદ યાદવના બીજા પુત્ર તેજપ્રતાપ યાદવે જે મહુધા બેઠક પરથી અલગ પક્ષના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. તેજપ્રતાપ યાદવ પાછળ ચાલી રહ્યા છે. એનડીએ શાસનના નાયબ મુખ્યમંત્રી વિજયસિંહા તથા સિનીયર મંત્રી મંગલ પાંડે પણ તેના હરિફથી પાછળ છે.
બિહારમાં પક્ષીય ધોરણે પરિણામના રૂઝાનમાં ભાજપ 72 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે પ્રસ્થાપીત થયો છે તો રાજદ-જનતાદળ (યુ) વચ્ચે બીજા નંબર માટે ટકકર છે. જેમાં જનતાદળ (યુ)એ 2020 કરતા તેના દેખાવમાં મોટો સુધારો કરીને હાલ 78 બેઠક પર આગળ છે જયાં રાજદ જે 2020માં સૌથી મોટો પક્ષ હતો. હવે વન બેઠકો પર આગળ ચાલી રહ્યા છેl
તો ચિરાગ પાસવાનના એલ.જે.આર.વી.ને 15 બેઠકમાં સરસાઈ અને કોંગે્રસ 10 બેઠકો પર આગળ છે. ચુંટણી પંચની વેબસાઈટમાં પણ એનડીએને 140 બેઠકો પર સરસાઈ દર્શાવી છે. આમ હવે બિહારમાં ફરી નીતીશકુમાર મુખ્યમંત્રી બનશે તેમાં હાલ કોઈ પ્રશ્ન નથી.
બિહારમાં 20 વર્ષ શાસન કરનાર નીતીશકુમાર ફરી એક વખત હુકમનું પતુ પુરવાર થયા છે અને આગામી દિવસોમાં નવી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થશે.
તેજસ્વી યાદવ સહિત મહારથીઓ આગળ
વિપક્ષ નેતા તેજસ્વી યાદવ- આગળ
નાયબ મુખ્યમંત્રી વિજયસિંઘ- આગળ
નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી- આગળ
રાજદ નેતા ઓસામા શહાબ- આગળ
ભોજપુરી અભિનેતા મૈથલી ઠાકુર- આગળ
બાહુબલી નેતા અનંતકુમાર- આગળ
લાલુપુત્ર તેજપ્રતાપ- પાછળ
લાલુપુત્ર તેજપ્રતાપ યાદવ- પાછળ
કેબીનેટ મંત્રી મંગલ પાંડે- પાછળ
ભાજપ નેતા રામદયાલ યાદવ- પાછળ

