Mumbai,તા.17
ભારતના ખાનગી ક્ષેત્રના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા પ્લેટફોર્મ, અદાણી ગ્રુપની બે પોર્ટફોલિયો કંપનીઓને આસામ સરકાર તરફથી આસામમાં બે પરિવર્તનશીલ પ્રકલ્પો માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે: એક અત્યાધુનિક થર્મલ પાવર પ્લાન્ટ અને એક અગ્ર પમ્પ્ડ સ્ટોરેજ સુવિધાનું નિર્માણ કરવા માટે બન્ને મળી રાજ્યમાં રૂ. ૬૩,૦૦૦ કરોડનું રોકાણ કરશે.
ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) આસામમાં 3,200 મેગાવોટનો ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 48,000 કરોડનું રોકાણ કરશે. ઉપરાંત ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી રાજ્યમાં 2,700 મેગાવોટની સંયુક્ત ક્ષમતાવાળા બે પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ (PSP) સ્થાપવા માટે રૂ. 15,000 કરોડનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જીને 500 મેગાવોટ ઊર્જાની સંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવા માટે LoA મળ્યો છે જે આ PSPs પાસેથી પૂરી પાડવામાં આવશે.
આ સીમાચિહ્ન સમાન પહેલો અદાણી સમૂહના ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના વ્યૂહાત્મક વિકાસનું લક્ષ્ય દર્શાવે છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા પ્રદેશના વિકાસ અને વૃદ્ધિમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવાના જાહેર કરેલા સંકલ્પ સાથે સુસંગત છે.
શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભારતની વિકાસગાથામાં એક મહત્વપૂર્ણ સીમા તરીકે ઉભરી રહેલા ઉત્તર-પૂર્વ ક્ષેત્રના પરિવર્તનમાં સહયોગ કરવાનું અમને ગૌરવ છે. તેમણે કહ્યું હતું કે આસામમાં અમારા 3,200 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્રકલ્પો અને 2,700 મેગાવોટના PSP પ્રકલ્પો સંયુક્ત રીતે આ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા રોકાણ ઉપરાંત ઉર્જા સુરક્ષા, ઔદ્યોગિક વિકાસ અને રોજગારીના સર્જનની દીશામાં મજબૂત પ્રયાણનું પણ સહિયારું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકલ્પો ફક્ત આસામને ઉર્જા જ પૂરી નહી પાડે પરંતુ સમગ્ર ઉત્તરપૂર્વ કોરિડોરની કાયા પલટને ઉત્તેજિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે આસામ અને સમગ્ર ઉત્તરપૂર્વની પ્રગતિમાં સહભાગી થતાં સન્માનભાવની અનુભૂતિ કરવા સાથે સ્થાનિક સમાજોને પ્રોત્સાહિત કરવા અને ભારતના ઉર્જા પરિવર્તનને આગળ ધપાવતી ભાગીદારી બનાવવા માટે આતુર છીએ.
આ પ્રકલ્પના બાંધકામના તબક્કા દરમિયાન લગભગ 20,000 થી 25,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે અને કામગીરીના તબક્કા દરમિયાન લગભગ 3,500 નિયમિત નોકરીઓની તકો ઉભી થશે તેવી અપેક્ષા છે,
APL ને આસામ વીજળી નિયમનકારી આયોગ તરફથી જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત થઈ છે અને APDCL સાથેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) યોગ્ય સમયે અમલી બનાવવાની અપેક્ષા છે.
Trending
- ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: Army Chief
- North India માં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન
- Delhi blast ની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં
- Jamnagar: સલાયાના ગુજસીટોકના આરોપીનો હાથકડી સહિત પોલીસ પર હુમલો
- Somnath Temple ના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ : બસમાંથી મોબાઇલ – રોકડની ઉઠાંતરી
- Bhavnagar: લગ્નના દિવસે જ ભાવી પત્નીની હત્યા કરનાર આરોપી પકડાયો
- Rajkot સમાજ કાર્ય ભવન સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા નશામુકત ભારત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- વકફના ઉમ્મીદ પોર્ટલ અંગે Rajkot માં માર્ગદર્શન સેમિનાર યોજાયો

