Bangladesh,તા.17
બાંગ્લાદેશમાં ચૂંટણીની અનિશ્ચિતતા અને ફરી એક વખત ભડકી ઉઠેલી હિંસા વચ્ચે આજે આ દેશની ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલે દેશમાં માનવતા વિરુદ્ધ અપરાધ માટે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
આજે આ ચુકાદાથી બાંગ્લાદેશ વધુ મોટી અંધાધુંધીમાં હોમાઈ જવાનો ભય છે. આજે આ ચુકાદા પુર્વે જ ગઈકાલે રાત્રીથી પાટનગર ઢાંકા અને આ દેશના અનેક શહેરોમાં બોમ્બ ધડાકા માર્ગો પર હજારો લોકોએ ઉતરી આગજની પત્થરમારો કર્યો હતો અને ઠેર ઠેર અથડામણથી શુટ એટ સાઈટના આદેશ આપવામાં આવ્યા હતા.
શેખ હસીના સામે ગત વર્ષે વિદ્યાર્થી સંગઠનો સહિતના મેદાને ઉતર્યા હતા અને તેમાં તેના પર નિર્દોષ નાગરીકો પર ગોળીબાર મોટાપાયે જાનહાની સર્જવા સહિતના આરોપ મુકાયા હતા.
તેમાં ખાસ રચાયેલી ટ્રીબ્યુનલ (ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ બાંગ્લાદેશ) એ પુર્વ વડાપ્રધાનને દોષીત જાહેર કરી ફાંસીની સજા ફટકારી છે. જો કે તેમની સામેના બળવા બાદ તેઓ કુટુંબ સાથે ભારત નાસી આવ્યા છે અને હાલ તેઓ દેશમાં `સલામત’ છે.
આજે આ ચુકાદા બાદ બાંગ્લાદેશમાં વધુ હિંસાના ભયે સેનાને સડક પર ઉતારાઈ છે અને સરહદો પર સીલ કરવામાં આવી છે. દેશની મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે નવી ચુંટણી યોજવા માટે ખાતરી આપી છે.
આજે ટ્રીબ્યુનલ સમક્ષ શેખ હસીનાને મહતમ સજાની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ ઢાંકા અને અન્ય વિસ્તારમાં બોર્ડર ગાર્ડસ પણ તૈનાત કરાયા છે તો અયામી લીગે બાંગ્લાદેશ બંધનું એલાન અપાયુ છે.બાંગ્લાદેશમાં આજે ટ્રીબ્યુનલે દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા ફટકારાયા બાદ હાલ ભારતમાં રહેલા શેખ હસીનાએ કહ્યું કે, મારી સામેનો ચુકાદો પક્ષપાતી અને રાજકારણ પ્રેરીત છે અને હું તે સ્વીકારતી નથી. શેખ હસીના હાલ ભારતમાં શરણ લઇ રહ્યા છે અને તેના કારણે તેમની સામેની સજાનો અમલ થાય તેવી શકયતા નહીંવત છે.

