Morbi, તા.17
મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સનારીયા કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મોહિતભાઈ રાજુભાઈ વર્મા (21) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એન.એસ. મેસવાણીયા ચલાવી રહ્યા છેટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની આથમણી તરીકે ઓળખાતી રવિરાજસિંહ ઝાલાની વાડીમાંથી 1900 લીટર આથો તથા 40 લીટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 46,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે. મેઘપર ઝાલા તાલુકો ટંકારા વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
Trending
- ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત્…!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: Army Chief
- North India માં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન
- Delhi blast ની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં
- Jamnagar: સલાયાના ગુજસીટોકના આરોપીનો હાથકડી સહિત પોલીસ પર હુમલો
- Somnath Temple ના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ : બસમાંથી મોબાઇલ – રોકડની ઉઠાંતરી
- Bhavnagar: લગ્નના દિવસે જ ભાવી પત્નીની હત્યા કરનાર આરોપી પકડાયો

