Rajkot,તા.17
તારીખ-14 નવેમ્બર 2025 ને શુક્રવારના રોજ સમાજ કાર્ય ભવન દ્વારા કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે નશા મુક્ત ભારત વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વ્યસના દુષ્ટ પરિણામો અંગે જાગૃતિ ફેલાવી નશામુક્ત સમાજ નિર્માણ તરફ પ્રયાસ કરવાનો હતો.
આ જાગૃતિ કાર્યક્રમનાં વિષય નિષ્ણાંત અને મુખ્ય વક્તા તરીકે ડો. રાજુભાઈ દવે સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ અને માનવ અધિકાર કાયદા ભવનના પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા.
તેમનાં દ્વારા એક્સપર્ટ વ્યાખ્યાન આપવામાં આવેલું જેમાં તેમને પ્રવર્તમાન સમાજમાં યુવાનોમાં વિવિધ નશાઓની લતો અને તેમની શારિરીક, માનસિક,આર્થિક અને સામાજિક પ્રતિકુળ અસરો સાથે ખાસ તેવોએ ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી તથા યુવાનોને વ્યસન તરફ દોરી જતાં અસામાજિક તત્વોની ઓળખ કરવી એ આજના સમયની અગત્યની જરુરીયાત છે તે ઉલ્લેખ કરેલ તે ઉપરાંત શિક્ષણ સંસ્થાઓની આ અંગેની ભૂમિકા પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
અનવરભાઈ ઠેબા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને તેમનાં દ્વારા પ્રેરક વ્યાખ્યાન આપવામાં આવેલ હતું, જેમાં તેઓએ યુવાનોને નશાના ચક્રમાંથી દૂર રાખવા સમાજના સહકારની આવશ્યકતા અંગે ભાર મૂક્યો હતો.

