New Delhi તા.18
જીએસટી 2.0 અંતર્ગત સરકારે બધા પર્સનલ લાઈફ અને હેલ્થ ઈુસ્યોરન્સ પ્રીમિયમ પર લાગનાર 18 ટકા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ને ખતમ કરી દીધો છે. આ સુધારાનો ઉદેશ વીમાને સામાન્ય લોકો માટે વધુ સસ્તો અને સુલભ બનાવવાનો છે.
જો કે, ગ્રુપ ઈુસ્યોરન્સ પોલીસીઓ જેમકે કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતી પોલીસી પર 18 ટકા જીએસટી પહેલાની જેમ લાગતો રહેશે. સરકારની આ પહેલ વીમા ખરીદનારા, ખાસ કરીને પહેલીવાર પોલીસી લેનારા અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
લોકલ સર્કલસ અને સોશિયલ મીડીયા રિફોર્મ્સ પર અનેક ગ્રાહકોએ ફરિયાદ કરી છે. જયારે તેમણે પોતાની લાઈફ કે હેલ્થ પોલીસીને રિન્યુ કરાવવા કે નવી પોલીસી ખરીદવાની કોશિશ કરી તો તેમને જીએસટી કપાતનો કોઈ ફાયદો નથી મળ્યો. સરવેમાં સામેલ 46 ટકા લોકોનું કહેવું છે કે 22 સપ્ટેમ્બર 2025 બાદ પોલીસી ખરીદવા કે રિન્યુ કરાવવા પર તેમને જીએસટી છુટનો ફાયદો નથી મળ્યો.
છુટનો લાભ મળ્યો?
* 39 ટકાઃ વીમા કંપનીએ ઘટાડેલા ટેકસનો પુરો ફાયદો આવ્યો.
* 18 ટકાઃ કોઈ ફાયદો નથી મળ્યો, 18 ટકા જીએસટી વસુલવામાં આવ્યો.
* 18 ટકાઃ કોઈ ફાયદો નથી મળ્યો, કંપનીએ વાર્ષિક વધારા ઉપરાંત પોલિસીની બેઝ પ્રાઈઝને જ પણ વધારી દીધી.
* 7 ટકાઃ કેટલોક ફાયદો મળ્યો પરંતુ કંપનીએ વાર્ષિક વધારા ઉપરાંત બેઝ પ્રાઈઝ પણ થોડી વધારી દીધી.
* 18 ટકાઃ કોઈ ઉતર નહી.
* 18706ઃ સરવેમાં સામેલ લોકો.

