New Delhi તા.18
લાલ કિલ્લા પાસે થયેલ આત્મઘાતી હુમલાની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે કથિત જૂતા બોમ્બની થિયરીએ તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે.
ટાયર અને જૂતા બન્ને પર સંવેદનશીલ વિસ્ફોટક ટીએપીપીના નિશાન મળ્યા છે, જે આ આશંકા વધી ગઈ છે કે ઉમરે વિસ્ફોટ કરવા માટે પોતાના જૂતામાં કોઈ સ્પાર્ક ટેકનીક છુપાવી રાખી હતી.
તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રો મુજબ આ `શૂ બોમ્બર’ હોઈ શકે છે. તપાસમાં બહાર આવ્યું છે કે એમોનિયમ નાઈટ્રેટની સાથે ટીએટીપી એકસ્પ્લોઝીવનો પણ ઉપયોગ કરકવામાં આવ્યો હતો.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એમોનીયમ નાઈટ્રેટની સાથે ટીએટીપી એકસપ્લોઝીવનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે બ્લાસ્ટનું પ્લાનીંગ 2 ઓકટોબરથી શરૂ થઈ ગયું હતું. એટલે કે તેની ટ્રાયલ શરૂ થઈ ચૂકી હતી. 28 ઓકટોબરે અંતિમ ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવ્યા. નવેમ્બરના પહેલા હપ્તામાં કાનપૂરથી બોગસ દસ્તાવેજ ખરીદવામાં આવ્યા હતા.
નેપાળથી 9 સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન આ મોડયુલ પાસે પહોંચ્યા હતા. કુલ 21 સિમ આ મોડયુલ પાસેથી મળ્યા છે. જેમાંથી 7 કાનપુરથી ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી બે સિમ બેકનગંજની આઈડીથી ઓળખાયા હતા, જેના આધારે સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે.
સ્પેશિયલ સેલે બેકનગંજમાં કપડાની દુકાન ચલાવતા અને ડો. પરવેઝના સાળા ઉસ્માન સાથે કેટલાય કલાકો સુધી કડક પુછપરછ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ મહત્વની જાણકારી બહાર નથી આવી. તપાસમાં બહાર આવ્યું છે કે ડો. પરવેઝ (ડો.શાહીનનો ભાઈ) ડો. આરિફ અને ડો.ફારુક અહમદ ડાર વિસ્ફોટના એક કલાક પહેલા સુધી ડો.ઉમર (જેણે કારમાં વિસ્ફોટ કર્યો હતો)ના કોન્ટેકટમાં હતો. ધરપકડ પહેલા ડો.શાહીન અને ડો. મુઝમ્મિલ 8 નવેમ્બરની સવાર સુધી સંપર્કમાં હતા.
ડો.શાહીનને `મેડમ સર્જન’ કહેવામાં આવતી હતીઃ એ પણ બહાર આવ્યું છે કે ડો.શાહીન ઓકટોબરમાં કાનપુરમાં જોવા મળી હતી. તે `વુલ્ફપેક’ નામનું એક વોટસએપ ગ્રુપ ચલાવતી હતી, ડો.શાહીન એડમીન હતી. ભાઈ પરવેઝ અને આરિફ યુવા ગ્રુપના સભ્ય હતા.
કેટલાક એવા પણ મેમ્બર જોડાયેલા હતા, જે હવે એજન્સીના રડાર પર છે. ચોંકાવનારી વાત એ છે કે ડો.શાહીન બે મહિલા આતંકી ટીમનું ગઠન કરી રહી હતી, જેને `ઓરોરા’ અને `લૂના’ નામ આપવામાં આવ્યું હતું. ડો. શાહીન જરૂરી મેસેજ મોકલતી હતી, જે કોડવર્ડમાં હતા. ગ્રુપમાં ડો. શાહીનને `મેડમ સર્જન’ કહેવામાં આવતી હતી.
ડોકટર ટેરર મોડયુલનો ઈઝરાયેલ-ઈરાનની જેમ ડ્રોનને રોકેટમાં મોડીફાઈ કરી હુમલાનો પણ પ્લાન હતો
ડ્રોન ટેકનોલોજીમાં માહિર એવા એન્જિનિયરોની તલાશ હતી, જેઓ સરળતાથી રેડીકલાઈઝ થઈ શકે
જેવી રીતે ઈઝરાયેલ ઈરાન અને રશિયા-યુક્રેન વોરમાં ડ્રોનનો ઉપયોગ થયો એ રીતે ડોકટર ટેરર મોડયુલના આતંકી ડ્રોનને મોડીફાઈ કરી રોકેટ બનાવી હુમલાનું કાવતરૂ રચી રહ્યા હતા. તેના માટે ડ્રોન ટેકનોલોજીમાં માહેર એવા એન્જિનિયરોની તલાશ હતી, જે સરળતાથી રેડીકલાઈઝ થઈ શકે.
આ ખુલાસો તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોએ સોમવારે કર્યો હતો. આતંકી ગ્રુપ ઈચ્છતું હતું કે ડ્રોનથી એ એરિયાનું મેપીંગ, વીડિયોગ્રાફી, ફોટો લેવામાં આવે, જયાં હુમલાને સરળતાથી અંજામ આપી મોટું નુકશાન કરી શકાય.
તેના માટે ડોકટરમાં ડયુલ સાથે જોડાયેલ મેમ્બર સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી યુવાનોની તલાસ અને ઓળખ કરવામાં લાગ્યા હતા. આ જાણકારી ડો. મુઝમ્મિલ અને ડો.આદિલને સામસામે બેસાડીને થયેલી પૂછપરછમાંથી કાઢતા બહાર આવી હતી.

