Gondal તા.18
ગોંડલનાં કેશવાડા ગામમાં અભ્યાસ કરતી બાર વર્ષ ની બાળા પર ગામમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા બનાવ અંગે બાળકીની માતાએ સુલતાનપુર પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મ કરનાર તથા તેને મદદગારી કરનાર શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કેશવાડા રહેતી બાળા સાંજે સ્કુલે થી છુટી ઘરે આવેલી બાળાને ગામમાં રહેતાં અજય તથા મયુર ઉર્ફ મયલો ફોસલાવી બાઇક માં બેસાડી સીમ માં આવેલ વાડી વિસ્તાર માં લઇજઇ અજયે બાળા પર દુષ્કર્મ કર્યુ હતુ.
બાદ માં ઘરે પરત ફરેલી બાળાએ પોતાના ભાઇ ને બનાવ અંગે વાત કરતા સાંજે મજુરીકામે થી માતા પિતા ઘરે પરત ફરતા તેમને જાણ કરાઇ હતી.દરમ્યાન તેની માતાએ સુલતાનપુર પોલીસ માં અજય તથા તેની મદદગારી કરનાર મયુર ઉર્ફ મયલા સામે ફરિયાદ કરતા પીઆઇ. ખાચરે બન્નેને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે એસીએસટી સેલ નાં ડીવાયએસપી પટેલે આગળ ની તપાસ હાથ ધરી છે.

