Girgadha,તા.18
સરકારના આદેશ મુજબ બાર રાજ્યોમાં SIRની કામગીરીની મંજૂરી અપાઈ. જે અંતર્ગત બિહાર બાદ ગુજરાતમાં આ કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મતદારયાદી સુધારાણા અને બોગસ મતદારોના નામ મતદાર યાદી માંથી દૂર કરવાનો છે.
જેમાં ઇકઘ ઓ સમગ્ર ગુજરાત માં આ કામગીરી યુદ્ધના ધોરણે દિવસ-રાત ચાલી રહી છે. જેથી આ રાષ્ટ્રીય કામગીરી સરકારના આદેશ મુજબ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય.બીજી બાજુ ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી પારસભાઈ હિરપરા દ્વારા BLO શિક્ષકોને ધમકી સ્વરૂપે પરિપત્ર જાહેર કરી શિક્ષકોને આ કામગીરી શાળા સમય દરમિયાન ન કરવા કડક આદેશ આપતા શિક્ષકો મૂંઝ્વણમાં મુકાઈ ગયા છે. શિક્ષકોને આ કામગીરી ન કરવા માટે આ અધિકારી દ્વારા હેરાન પરેશાન પણ કરવામાં આવે છે.આમાં ખરેખર શિક્ષકોનો શું વાંક? એક બાજુ કામગીરી ન કરતાં શિક્ષકો વિરુદ્ધ ગુજરાતા માં ધરપકડ વોરંટ જાહેર કરાય છે જયારે બીજી બાજુ આ પરિપત્ર દ્વારા અધિકારી કામગીરીમાં રુકાવટ ઉભી કરે છે.
ચૂંટણી પંચના આદેશની અવગણના બદલ તાત્કાલિક આ અધિકારી સામે સરકારે પગલાં લેવાં જોઇએ જેથી બીજી વાર આવા પરિપત્રો ના થાય તેવી માંગણી ઉઠવા પામી છે
એસ આઈ આર ની કામગીરી કરવા અતિશય મુશ્કેલી ઊભી થઈ છે ગીરગઢડા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોને જઈંછ કામગીરી શાળા સમય દરમિયાન ન કરવા બાબતે પરીપત્ર બહાર પાડી શિક્ષકો ને આપતા ભારે દેકારો મચી ગયો છે અને સવાલ એ ઉઠ્યો છે કે ચુંટણી અધિકારી નો આદેશ અમલ કરવો કે પછી સ્થાનિક શિક્ષણ અધિકારી નું ફરમાન નું અનુકરણ કરવું બંને વચ્ચે ના આદેશ વચ્ચે મતદારો મુંજવણ અનુભવી રહ્યા છે
ગીરગઢડા તાલુકા શિક્ષણાધિકારી પારસ હિરપરાએ જણાવ્યુ છે કે પરિપત્ર પરત ખેંચી લીધો છે. નવો પરિપત્ર જારી કર્યો છે.કરતાં જણાવ્યું હતું કે ચુંટણી કામગીરી ની આડ માં ધણું બધુ થઈ ગયું છે એટલે આ બાબતે મારે કશું કહેવું નથી અમે પ્રશ્ર્ન કર્યો ધણું બધુ એટલે શું તો તેમણે એ વાત કરવા ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પરિપત્ર કર્યો હતો એ મે પરંત ખેંચી લીધો છે અને નવો પરિપત્ર કરી દીધો છે એટલે આ વિવાદ નો અંત આવી ગયો છે.

