Mumbai,તા.18
એક્ટ્રેસ કરીના કપૂર ખાને નેપોટિઝમ મુદ્દે વાત કરી છે. તેણે કહ્યું કે, ફિલ્મી ફેમિલીમાંથી હોવાના કારણે તમને ફાયદો મળી શકે છે. તમને પહેલી લ્મ મળી શકે છે. પરંતુ બાકીનું કરિયર તમારી મહેનત, ટેલેન્ટ અને ઓડિયન્સ ડિસાઈડ કરે છે.
બરખા દત્ત સાથે વાતચીતમાં કરીનાએ ઈનસાઈડર vs આઉટસાઈડર અંગે વાત કરી. તેણે કહ્યું કે, ‘નેપોટિઝમ તમને ડેબ્યૂ કરાવી શકે છે. પરંતુ લાંબુ કરિયર ન અપાવી શકે. ઓડિયન્સની સ્વીકૃતિ તમારું કિસ્મત નક્કી કરે છે, તમારી સરનેમ નહીં.’
કરીના કપૂર પહેલા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને પણ નેપોટિઝ મુદ્દે વાત કરી હતી. સાનિયા મિર્ઝાના પોડકાસ્ટમાં ફરાહ ખાને કહ્યું હતું કે, ‘મુંબઈ આવતા લોકોનો ગુસ્સો હું સમજી શકું છું. તેમનામાં સ્ટાર કિડ્સ અથવા નેપો કિડ્સને લઈને થોડી નારાજગી રહે છે. તેમનો ગુસ્સો વ્યાજબી છે. તેમને દર મહિને પોતાનું ઘર ચલાવવા માટે કમાણી કરવી પડે છે. જો જોવા જઈએ તો સ્ટાર કિડ્સનું સ્ટ્રગલ તેમની સામે કંઈ જ નથી.’

