Mumbai,તા.18
રજનીકાંત અને કમલ હાસનની ‘થલાઇવર ૧૭૩’ના દિગ્દર્શક સુંદર સીએ ફિલ્મ શરૂ થતાં પહેલાં જ છોડી દીધી હતી. અહવે ચર્ચા છે કે, ધનુષ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ધનુષે રજનીકાન્તની પુત્રી સાથેછૂટાછેડા લીધા છે. હવે તે પોતાના ભૂતપૂર્વ સસરાને ફિલ્મમાં દિગ્દર્શન આપી પ્રોફેશનલી કોલબરેટ કરશે કે કેમ તે અંગે રાહ જોવાઈ રહી છે.
જોકે, રજનીકાંત, કમલ હાસન તથા ધનુષ એ ત્રણેયના ચાહકોએ આ દરખાસ્તને વધાવી લીધી છે. તેઓ ઈચ્છે છે કે આ અટકળ ખરેખર વાસ્તવિકતામાં સાકાર થાય.

