New Delhi, તા.૧૯
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને આજે(૧૯ નવેમ્બર) અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. ઍરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાયો હતો. પટિયાલા હાઉસ કોર્ટે અનમોલ બિશ્નોઈને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. આ નિર્ણય તે સમયે લેવાયો જ્યારે NIAએ કોર્ટની સામે તર્ક આપ્યો કે અનમોલની કસ્ટોડિયલ પૂછપરછ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના વિરૂદ્ધ ૩૫થી વધુ હત્યાકાંડ, ૨૦થી વધુ અપહરણ, ખંડણી, ધમકી અને હિંસાથી જોડાયેલા કેસોમાં સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા છે. અનમોલ બાબા સિદ્દિકી અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના હાઇપ્રોફાઇલ કેસમાં પણ આરોપી છે.
૧૯ નવેમ્બરે એરપોર્ટ પર NIA અને દિલ્હી પોલીસની વિશેષ ટીમે તેની ધરપકડ કરી. તેને ડાયરેક્ટ કોર્ટ લઈ જવાયો, જ્યાં કોર્ટે તેને રિમાન્ડ પર મોકલી દીધો. કેસની ગંભીરતાને જોતા સમગ્ર ઘટનાક્રમની ઇન-કેમેરા સુનાવણી કરાઈ, જેમાં મીડિયા સહિત બહારના લોકોને પ્રવેશ નથી અપાયો.
એજન્સીએ કોર્ટમાં દલીલ આપી કે અનમોલની પાસે ભારતના ૨ પાસપોર્ટ મળવાના મામલે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યાની શક્યતા છે, જે ગુનાહિત નેટવર્કની સાબિતી આપે છે. મર્ડર સહિત તમામ ગંભીર કેસોમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કસ્ટેડિયલ પૂછપરછ ખૂબ જ જરૂરી છે, જેથી જાણી શકાય કે આ ઘટનાઓને અંજામ આપવામાં તેની સાથે કોણ કોણ સામેલ હતું, ફંડિંગ ક્યાંથી આવતું હતું અને ગુનાનું સંચાલન કયા નેટવર્ક દ્વારા કરાતું હતું.
કોર્ટે દલીલો સાંભળ્યા બાદ NIAને અનમોલ બિશ્નોઈની ૧૧ દિવસની કસ્ટડી આપી દીધી છે, જેનાથી એજન્સીને તેની કડક પૂછપરછ કરવા અને સંપૂર્ણ ગેંગનો પર્દાફાશ કરવાનો મોકો મળશે.
જણાવી દઈએ કે, અનમોલ, જે ૨૦૨૨થી ફરાર હતો, નવેમ્બર ૨૦૨૩માં અમેરિકામાં પકડાયો હતો. તે સિદ્ધૂ મૂસેવાલાની હત્યા, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ અને બાબા સિદ્દિકીની હત્યા સહિતના અનેક હાઈ-પ્રોફાઈલ કેસમાં આરોપી હતો. દ્ગૈંછએ માર્ચ ૨૦૨૩માં દાખલ કરેલી પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે અનમોલે ૨૦૨૦થી ૨૦૨૩ વચ્ચે કેનેડા સ્થિત આતંકવાદી ગોલ્ડી બરાર અને પોતાના ભાઈ લોરેન્સ બિશ્નોઈની સાથે મળીને અનેક આતંક અને હિંસાના કેસોને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.

