આ ખુશીના પ્રસંગે તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના પુત્રનું નામ જાહેર કર્યું અને તેનો અર્થ પણ સમજાવ્યો હતો
Mumbai, તા.૨૦
પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેના પુત્રનું નામ જાહેર કર્યું અને તેના પુત્રની પહેલી ઝલક પણ શેર કરી. પરિણીતી ચોપરાએ તેના પુત્રનું નામ નીર રાખ્યું છે.
૧૯ ઓક્ટોબરના બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા માતા બની અને એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. ૧૯ નવેમ્બર તેનો પુત્ર બરાબર એક મહિનાનો થયો. આ ખુશીના પ્રસંગે તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના પુત્રનું નામ જાહેર કર્યું અને તેનો અર્થ પણ સમજાવ્યો.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પોસ્ટમાં ખુલાસો કર્યો કે તેમના પુત્રનું નામ “દ્ગીીિ” છે. તેઓએ સોશિયલ મીડિયા પર એ પણ જણાવ્યું કે તેઓએ તેમના પુત્રનું નામ “નીર” કેમ રાખ્યું.
પોસ્ટમાં તેઓએ કહ્યું, “જલસ્ય રૂપમ, પ્રેમસ્ય સ્વરૂપમ – તત્ર એવ નીર.” અમારા હૃદયને જીવનના અનંત ટીપામાં શાંતિ મળી. અમે અમારા દીકરાનું નામ ’નીર’ રાખ્યું છે, જેનો અર્થ શુદ્ધ, દિવ્ય, અનંત થાય છે.
સોશિયલ મીડિયા પણ જાહેર કરી રહ્યું છે કે નીર નામ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું કોમ્બિનેશન છે. નીર નામ ખૂબ સરળ સ્વભાવનો પરિચય આપે છે. નામ જેટલું સરળ લાગે છે, તેનો અર્થ પણ એટલો ગહેરો છે. નીરનો સીધો સંબંધ પાણી કે શુદ્ધ જળ સાથે છે. વધુમાં પાણીને પાંચ તત્વોમાં જીવનનું સૌથી મહત્વપૂર્ણ તત્વ માનવામાં આવે છે. તેથી આ નામ પવિત્રતા, સુંદરતા અને સકારાત્મક ઉર્જાનો ભાવ જોડાય છે.
પંડિતજી કહે છે નીર માત્ર પાણીનો સંકેત નથી, પણ આ નામનો મતલબ નિર્મલતા, શુદ્ધ મન અને શાંત સ્વભાવને સંબંધિત છે. જેમ પાણી દરેક અવરોધમાંથી પસાર થઈને પોતાનો માર્ગ શોધે છે, તેમ ’નીર’ નામ ધરાવતા લોકો પણ દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધે છે.
પરિણીતી ચોપરા પહેલા, ઘણી હસ્તીઓએ તેમના બાળકોના નામ ભારતીય સંસ્કૃતિ અને દેવતાઓના સંદર્ભમાં રાખ્યા છે. આલિયા ભટ્ટે પોતાની દીકરીનું નામ રાહા, સોનમ કપૂરે પોતાના દીકરાનું નામ વાયુ અને ઈશા અંબાણી પિરામલે પોતાના દીકરાનું નામ કૃષ્ણ અને દીકરીનું નામ આદ્યા રાખ્યું છે.

