આ બ્રિજ બનવાથી સ્થાનિક લોકોને રોજિંદા અવરજવર, ખેતી-ઉત્પાદનના પરિવહન તથા તાત્કાલિક સેવાઓ સુધી સરળ રીતે પહોંચી શકાશે
Botadતા.૨૦
બોટાદ જિલ્લા પંચાયતના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગઢડા તાલુકાના જૂના રાજપીપળાથી નવા રાજપીપળા બે ગામોને જોડતા મેજર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ પુરજોશમાં કરવામાં આવ્યો છે. કાળુભાર નદી પર બનેલો આ પુલ બંને ગામો વચ્ચેનો મુસાફરી સમય ઓછો કરશે અને વાહન વ્યવહારને સુરક્ષિત, સરળ અને સરળતાપૂર્વક સુગમ બનાવશે. આ બ્રિજ બનવાથી સ્થાનિક લોકોને રોજિંદા અવરજવર, ખેતી-ઉત્પાદનના પરિવહન તથા તાત્કાલિક સેવાઓ સુધી સરળ રીતે પહોંચી શકાશે.
બોટાદ જિલ્લા પંચાયત ખાતે રાજ્ય સભાના સાંસદ કેસરીસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયા,મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં આગામી તા.૨૯મી નવેમ્બર-૨૦૨૫ ના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ ગઢડા રોડ, બોટાદ ખાતે જિલ્લામાં છૈંસ્જી હોસ્પિટલ, રાજકોટની તબીબી નિષ્ણાંત ટીમ દ્વારા મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવા માટે તમામ અધિકારી, પદાધિકારી, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખોની કેમ્પ આયોજન બાબતે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

