આરોગ્ય વિભાગમાં અલગ અલગ ૧૫ કેડરની ૪૨ ખાલી જગ્યા માટે ૧૧ મહિનાની કરાર આધારિત ભરતી પ્રક્રિયાપૂર્ણ થાય તે પહેલા જ વિવાદમાં : ૪૨ જગ્યા ભરવા ૧૭૨૪ ઉમેદવારો પાસ પણ અરજીની મુદત પૂર્ણ થયા પછી અમાન્ય ઠરેલા ઉમેદવારોને તક અપાતા વિવાદ
Junagadh તા.૨૦
જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં દ્ગૐસ્ (નેશનલ હેલ્થ મિશન) અંતર્ગત અલગ અલગ ૧૫ કેડરની ૪૨ ખાલી જગ્યા માટે ૧૧ મહિનાની કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ છે. ભરતીની જાહેરાત બાદ કુલ ૫૪૨૬ અરજી આવી હતી. જેની સ્ક્રુટીની કરતા ૧૭૨૪ માન્ય રહી હતી અને ૩૬૯૯ અરજી અમાન્ય કરવામાં આવી હતી. ૧૫ નવેમ્બરે આ કામગીરી પૂર્ણ કરી દેવાની હતી. ૪૨ જગ્યા માટે ૧૭૨૪ ઉમેદવારો ક્વોલિફાય થતા હોવા છતા ભરતી કમિટીએ જે ઉમેદવારો અમાન્ય થયા છે તેઓને ડોક્યુમેન્ટની પૂર્તતા કરવા માટે ૨૪ નવેમ્બર સુધીની મુદ્દત વધારી અપાતા વિવાદ થયો છે. આ ભરતીમાં લાગતા વળગતાઓને ગોઠવવા કોઈ કાર્યાલય આદેશ વગર જ મુદતમાં વધારો કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે, ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, કોઈ ઉમેદવારો ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ કરતા ભૂલી ગયા હોય તો તેઓને સમાન તક મળે તે માટે મુદતમાં વધારો કરાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અલગ અલગ ૧૫ કેડરની ખાલી પડેલી ૪૨ જગ્યાઓ માટે ૧૧ મહિનાના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. ૪૨ જગ્યા માટે કુલ ૫૪૨૬ અરજીઓ મળી હતી. જેની સ્ક્રુટીની કરાતા ૧૭૨૪ અરજી માન્ય રાખવામાં આવી હતી. જ્યારે બાકીની ૩૬૯૯ અરજીમાં અધૂરા ડોક્યુમેન્ટ કે અન્ય ક્ષતિ હોય રિજેક્ટ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કરાર આધારિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત ૧૫ નવેમ્બર હતી. ૪૨ જગ્યાની સામે વિભાગને ૧૭૦૦થી વધુ અરજીઓ મંજૂર પણ થઈ ગઈ હતી. તેમ છતાં જે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી તેઓ માટે કમિટીએ કોઈ કાર્યાલય આદેશ વગર જ મુદતમાં વધારો કરી દેવાતા વિવાદ સર્જાયો છે. જે ઉમેદવારોની અરજી રિજેક્ટ થઈ છે તેઓને આરોગ્ય વિભાગ દ્વારા મેઈલ કરી ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા પાડવા માટે જાણ કરવામાં આવી રહી છે. ઉમેદવારોને ૧૪/૧૧/૨૦૨૫ ના બપોરે ૨૧ઃ૫૯ વાગ્યાથી ૨૪/૧૧/૨૦૨૫ ના રાત્રીના ૧૧ઃ૫૯ કલાક સુધી મોકલવા માટેનો સમય આપવામાં આવ્યો છે.
ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનારા સામાજિક આગેવાન દેવદાનભાઈ મુછડિયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી પોતાના માનિતા અને લાગતા વળગતા ઉમેદવારો નાપાસ કે ડિસ્ક્વોલિફાઇડ થયા હોવાના કારણે ફરીથી કરવામાં આવી રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે, આ વિભાગ દ્વારા જે ઉમેદવારોને પાસ કરવાના હોય તે ઉમેદવારો પણ ક્વોલિફાઇડ ન થયા હોય તેથી પોતાના માનિતા ઉમેદવારો બીજી વખત આ ભરતી પ્રક્રિયામાં જોડાઈ તે માટે આ કાર્યવાહી કરાવી હોય તેવી પૂરી શક્યતા છે. મુછડિયાએ એમ પણ કહ્યું કે, ઘણા મોટા માથાઓના સંતાનો હોય કે મોટી રાજકીય વગ ધરાવતા લોકોનું દબાણ અધિકારીઓ પર હોય, જેથી આ ભરતી પ્રક્રિયા ફરીથી કરવી પડતી હોય. બહુજન વિકાસ ફોજ સંયોજક નિખિલ ચૌહાણએ પણ આ વાતનું સમર્થન કરતા જણાવ્યું કે, “આ ભરતી પ્રક્રિયામાં ૧૫/૧૧/૨૦૨૫ સુધી કાર્યાલયના આદેશો મુજબ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં, આરોગ્ય અધિકારી જાણે કે કોઈ ચમત્કાર કરી રહ્યા હોય તેમ અનક્વોલિફાઇડ કરેલા ઉમેદવારોને પણ આરોગ્ય વિભાગ દ્વારા મેલ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ આ ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાની પૂરી સંભાવના છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરી માટે અરજી કરવા ?૨૦૦ થી ?૨૫૦ જેટલો ખર્ચો કરે છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી પોતાના ઘરની મનમાની ચલાવી જે ૩,૪૦૦ થી વધુ ઉમેદવારોને અન્ય કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા છે, તેને પણ ફરી આ ભરતી પ્રક્રિયામાં વાંધા અરજી રજૂ કરવા મેઈલ કરી રહ્યા છે. આ સમગ્ર બાબત પરથી આ ભરતી પ્રક્રિયાને લઇ આર્થિક લેવડદેવડ પણ કરવામાં આવતી હોય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. અગાઉ પણ જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ અનેક વખત ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયું છે અને ઁસ્ત્નછરૂ (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) માં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો કરાયા હતા.

