Gondal:૨૨
રાજકોટ મવડીના વેપારી મહેશ નાનજીભાઈ હિરપરાએ ભાજપ અગ્રણીઓ સહિત રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ કાવતરૂં કરી વિશ્વાસ લઈ રૂપિયા ૪ કરોડથી વધુની રકમ ઓળવી ગયાંની રાજકોટ પોલીસ કમિશનર મુખ્યમંત્રી વડાપ્રધાન સહિતના લેખિત ફરિયાદ આપતાં સનસનાટી મચી જવા પામી હતી
રાજકોટના વેપારી મહેશભાઈ હિરપરાએ ફરિયાદમા જણાવ્યું હતું કે દર્પણ હરેશભાઈ બારસીયા વિક્રાંતી નાગર, શેરી નં. ૩, રામ પાર્ક પાસે, નવનીત હૉલ પાસે, હરીધવા રોડ, કોઠારીયા રોડ, રાજકોટ.પરેશ ડોબરીયા અફ્રીકા કોલોની, શેરી નં. ૪. ઈન્દિરા સર્કલ પાસે,
ઓફિસ નં. ૧૧૦૨, ૧૧ મો માળ, આર. કે. પ્રાઈમ બિલ્ડીંગ, નાના મૌવા રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ.
સંદીપ સેખલીયા સ્કાય હાઈટ્સ, ક્રુતિ ઓનેલાની બાજુમાં, ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.
તેમજ ગોંડલ માર્કેટ યાર્ડ ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયા સહિતના આરોપી વિરૂધ્ધ બી.એન.એસ. કલમ – ૩૧૬, ૩૧૮, ૩૫૧, ૩૫૨, ૧૧૫, ૫૪ વિગેરે અન્વયે લેખિત ફોજદારી ફરીયાદ આપતાં વધુ જણાવ્યું કે
અમારા પરીવાર સાથે રહીએ છીએ અને વેપાર ધંધો કરીને અમારું તથા અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ કામના આરોપી નં. ૧ એ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય છે તથા આરોપી નં. ૩ એ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ છે અને આમ આરોપીઓ મોટી રાજકીય વગ ધરાવે છે અને પોલીસમાં પણ ઊંચી ઓળખાણ ધરાવે છે.(૨) આ કામના આરોપીઓ દ્વારા આજથી આશરે ૭ મહિના અગાઉ એટ્લે કે માર્ચ ૨૦૨૫ ના અરસામાં એકબીજા સાથે મિલાપી જઈને સમાન બદઈરાદો પાર પાડવા માટે થઈને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે હરીક્રુષ્ણ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે હરીપટેલ કે જેઓ મુંબઈ ખાતે ડ્રેસ મેન્યૂફેકચરીંગનું કામકાજ કરે છે તેમના મારફત અમો ફરીયાદીના સાળા નિલેષ વશરામભાઈ વેકરીયાનો તથા અમો ફરીયાદીનો સંપર્ક કરેલ હતો અને તેઓ શેરબજાર તથા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારો એવો પ્રોફિટ મેળવી આપે છે તેવું જણાવીને અમો ફરીયાદીને રોકાણ કરવા જણાવેલ અને અમો ફરીયાદીને રકમ રૂ. ૮,૦૦,૦૦૦/- (અંકે આઠ લાખ પૂરા) રોકાણ કરવા જણાવેલ અને અમોને આ રકમ હરીપટેલ મારફત આપવા જણાવેલ. આથી આરોપીઓના કહેવા મુજબ અમોએ આ રકમ રૂ. ૮,૦૦,૦૦૦/- (અંકે આઠ લાખ પૂરા) માર્ચ – ૨૦૨૫માં હરીપટેલ મારફત આરોપીઓને આપેલ હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા અમોને આ રકમ થોડા દિવસમાં પરત કરી દીધેલ હતી અને આ રીતે અમો ફરીયાદીનો આરોપી દ્વારા તેમના કાવતરાના ભાગરૂપે અમારો વિશ્વાસ સંપાદિત કરેલ હતો.(૩)ત્યારબાદ આરોપીઓ દ્વારા તેમના પૂર્વ પ્લાનીંગ મુજબના કાવતરાને અંજામ આપવા માટે અમો ફરીયાદીને જણાવેલ કે હાલ જો ૧ મિલિયન ડોલર (અંદાજિત ૮ કરોડ રૂપિયા) જો ઈન્વેસ્ટ કરીએ તો ૨ દિવસમાં જ ૧૦% વળતર મળે તેમ છે અને તમો ફરીયાદીને પ્રોફિટ સાથે તમામ રકમ રકમ ૩ દિવસમાં જ પરત કરી દેશે તેવા અમો ફરીયાદીને વચન, વિશ્વાસ અને ખાતરી આપેલ અને આ રકમ મુંબઈ ખાતે આવીને હરિપટેલ મારફત તેમને આપવાનું જણાવેલ.
(૪) આમ અમો ફરીયાદીને આરોપીઓ દ્વારા અવનવી વાતો કરીને વિશ્વાસમાં લઈ લીધેલ અને અમો ફરીયાદી દ્વારા નિખિલ પરસોતમભાઈ સોરઠીયા પાસેથી રકમ રૂ. ૭૫,૦૦,૦૦૦/-, નીલેશ વશરામભાઈ વેકરીયા પાસેથી રકમ રૂ. ૫૦,૦૦,૦૦૦/-, નાનજીભાઈ લક્ષ્મણભાઈ હિરપરા પાસેથી રકમ રૂ. ૫૦,૦૦,૦૦૦/-, રાજુભાઈ ગોરધનભાઈ પાંભર પાસેથી રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦/-, મહેન્દ્ર નાનજીભાઈ હિરપરા પાસેથી રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦/-, વિશાલ મેણંદભાઈ આહીર પાસેથી રકમ રૂ. ૩૩,૪૬,૦૦૦/-તથા હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રકમ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે એક કરોડ પૂરા) તથા અમો ફરીયાદી દ્વારા રકમ રૂ. ૯૦,૦૦,૦૦૦/- એમ મળીને કુલ રકમ રૂ. ૪,૨૮,૪૬,૦૦૦/- (અંકે ચાર કરોડ અઠયાવીસ લાખ છેતાલીસ હજાર પૂરા) ભેગા કરેલ અને આરોપીઓના કહેવા મુજબ અમો ફરીયાદી તથા નિખિલભાઈ તા. ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રિના મુંબઈ જવા બસમાં નિકળેલ અને તા ૦૭/૦૪/૨૦૨૫ ના રોજ મુંબઈ પહોચેલ અને ત્યાં હરિ પટેલના ઘરે રોકાયેલ અને આરોપી નં. ૧ દ્વારા તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ મળવાનું અનુકૂળ ન હોવાનું જણાવેલ અને તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ મળવાનું જણાવેલ.(૫) ત્યારબાદ તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ આરોપી નં. ૧ દ્વારા અમો ફરીયાદીને BKC બિલ્ડીંગના પાર્કિંગમાં અમેરીકા એમ્બેસીની બાજુમાં સવારના ૯ વાગ્યે તમામ રકમ લઈને આવવાનું જણાવેલ. આથી અમો ફરીયાદી અને નિખીલભાઈ ત્યાં પહોચેલ અને ત્યારબાદ થોડા સમય બાદ અંદાજે ૯:૩૦ કલાકે આરોપી નં. ૪ સંદીપભાઈ અને એક અજાણ્યો ઈસમ કે જેને પોતાની ઓળખ આરોપી નં. ૨ ના કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપેલ હતી તે બંને ત્યાં MH-04-GB-4565 નામની ટોયોટા ઈનોવા કાર લઈને આવેલ અને આરોપી નં. ૧ દર્પણભાઈ દ્વારા ફોનથી અમો ફરિયાદીને તમામ રકમ આરોપી નં. ૪ ને આપી દેવા જણાવેલ અને આરોપી નં. ૪ અને અજાણ્યા ઈસમ દ્વારા તે તમામ રકમ ગણિને તેમની ઈનોવા કારમાં રાખી દીધેલ અને ત્યારબાદ આરોપી નં. ૪ દ્વારા આરોપી નં. ૧ દર્પણભાઈને રકમ મળી ગયા અંગે ફોનથી જાણ પણ કરેલ હતી.
(૬) ત્યારબાદ ઘણા દિવસો વીતી ગયેલ હોવા છતાં આરોપીઓ ઉપરોક્ત રકમ કે વળતર પરત ન કરતાં હરી પટેલ દ્વારા આરોપી નં. ૧ ને આ અંગે પૂછેલ અને તેઓ દ્વારા આ રકમ કયારે અને કઈ જગ્યાએ ઈન્વેસ્ટ કરેલ હોવાનું પૂછતા અને તે અંગે માહિતી આપવાનું જણાવતા આરોપીઓ ઉડાઉ જવાબ આપવા લાગેલ અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા હરી પટેલ દ્વારા આરોપીઓને તમામ રકમ પરત કરવા જણાવતા આરોપી નં. ૧ દ્વારા આ તમામ રકમ પરત કરી દેવા વચન, વિશ્વાસ અને ખાત્રિ આપેલ અનેત્યારબાદ પણ આરોપી નં. ૧ દ્વારા રકમ પરત નહીં કરતાં આ અંગે પૂછતાં આરોપી નં. ૧ દ્વારા હરી પટેલ અને અમો ફરિયાદીને થોડા દિવસોમાં જ તમામ રકમ પરત આપી દેવાનું આશ્વાસન આપેલ અને આરોપી નં. ૧ દ્વારા તેમના પાર્ટનર આરોપી નં. ૨ પરેશભાઈ સાથે અમો ફરીયાદી અને હરી પટેલને વાત કરાવેલ અને આરોપી નં. ર દ્વારા અમોને જણાવેલ કે હાલ તેઓ આજ ઈન્વેસ્ટમેન્ટ અર્થે ચાઈના મુકામે છે અને ત્યાંથી પરત આવીને તમામ હિસાબ પૂરો કરી આપશે અને તમામ રકમ ચૂકવી આપશે. તેવા ફરીથી આરોપીઓ દ્વારા વચન, વિશ્વાસ અને ખાતરી આપેલ અને આ રીતે આરોપીઓ દ્વારા યેન-કેન પ્રકારે સતત સમય પસાર કરતાં ગયેલ.
આ દરમ્યાન હરી પટેલ દ્વારા ઉપરોક્ત વિગતેના રકમ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/-(અંકે એક કરોડ પૂરા) જે જે લોકો પાસેથી ઉછીના લીધા હતા તેઓ દ્વારા હરી પટેલ પાસે તે રકમની ઉઘરાણી કરવા લગતા હરી પટેલ દ્વારા અમો ફરીયાદી પાસે તે રકમની ચુકવણી કરવા રકમની માંગણી કરતાં અમો ફરીયાદીએ અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રકમ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/-(અંકે એક કરોડ પૂરા) હરી પટેલને આપેલ. ત્યારબાદ આ તમામ રકમ હરી પટેલ દ્વારા આરોપી પાસે માંગતા અને અમો ફરીયાદીને ચૂકવી આપવા જણાવતા આરોપીઓએ મિટિંગ માટે હરી પટેલને આરોપી નં. ૩ ની ઉપરોક્ત વિગતેની આર. કે. પ્રાઈમની ઓફિસે બોલાવેલ અને ત્યાં આરોપી નં. ૧ અને આરોપી નં. ૩ હાજર હતા અને આરોપી નં. ૩ પોતે આમાં પાર્ટનર હોય અને સાથે આરોપી નં. ૫ અલ્પેશભાઈ ઢોલરિયા કે જે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ છે તેઓ પણ અમારા પાર્ટનર છે અને આમ અમો ખુબ જ ઊંચી રાજકીય તથા પોલીસમાં લાગવગ ધરાવીએ છીએ અને હવે જો રકમની માંગણી કરી છે અને અન્ય કોઈને પણ આ બાબતે વાત કરી છે તો હરી પટેલ અને અમો ફરીયાદી બંનેના હાથ-પગ ભાંગીને ફેકી દેશે તેવી અતિ જનૂની થઈને ધમકીઓ આપીને હરીપટેલ સાથે મારકૂટ કરેલ અને ત્યાથી ધક્કાઓ મારીને હરી પટેલને કાઢી મુકેલ. આથી હરી પટેલ દ્વારા અમો ફરિયાદીને જાણ કરેલ અને આરોપીઓ દ્વારા અલ્પેશભાઈ ઢોલરીયા પણ આમાં પાર્ટનર હોવાનું જણાવતા અમો ફરીયાદીએ હરી પટેલને આરોપી નં. ૫ અલ્પેશભાઈ ઢોલરીયાને મળવા માટે જણાવેલ અને આથી હરી પટેલ દ્વારા અલ્પેશભાઈ ઢોલરીયાને આ અંગે વાતચીત કરેલ અને આથી આરોપી નં. ૫ અલ્પેશભાઈ ઢોલરીયાએ હરી પટેલને મિટિંગ અર્થે તેમની ગોંડલ રોડ પરની ઓફિસે મીટીંગ માટે બોલાવેલ અને ત્યાં અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા હરી પટેલને જણાવેલ કે, તેઓએ આરોપી નં. ૧ અને આરોપી નં. ૩ સાથે તેમના વહીવટ અર્થે પૂછેલ અને લેવાના નીકળે છે અને અલ્પેશભાઈ દ્વારા હરી પટેલને ગર્ભિત ધમકીઓ આપેલ કે આરોપીઓ સામે ના પડાય અને તેઓ મોટી લાગવગ ધરાવે છે અને ઊલટાનું તમારે વધુ રકમ ચૂકવવી પડશે એના કરતાં તમે તમારી રકમ ભૂલી જાવ અને મેટર પૂરી કરી દયો નહિતર તમારી જિંદગી ગોટાળે ચડી જશે” આમ આરોપી નં. ૫ દ્વારા હરી પટેલને ગર્ભિત ધમકીઓ આપીને રકમ ભૂલી જવા જણાવેલ.આ તમામ વાત હરી પટેલ દ્વારા અમો ફરીયાદીને કરેલ અને તમામ રકમ અમો ફરીયાદીએ તથા અમારા સગા-સંબંધીઓ દ્વારા આરોપીઓને ત્યાં રોકેલ હોવાથી આ અંગે અમો ફરીયાદી દ્વારા આરોપીઓ પૂછતાં આરોપીઓ દ્વારા અમો ફરિયાદીને કાલાવડ રોડ પર આવેલ શ્રીજી હોટેલ પાસે મળવા બોલાવેલ અને ત્યાં અમો ફરીયાદી જતાં ત્યાં આરોપી નં. ૧ અને તેના ૧૦ જેટલા સાગરીતોને લઈને આવેલ અને અમો ફરીયાદી સાથે પણ તોછડું વર્તન કરવા લાગેલ અને તેઓ દ્વારા હરી પટેલને બોલાવવા જણાવતા અમો ફરીયાદીએ હરી પટેલ સાથે આરોપીઓએ જણાવ્યા મુજબ વગળ ચોકડીએ બીજે દિવસે મળવા ગયેલ અને ત્યાં આરોપી નં. ૧ અને તેના ૧૦ જેટલા સાગરીતો સાથે આવેલ અને અમો ફરીયાદી અને હરીપટેલને ધમકાવવા લાગેલ અને અત્યંત જનૂની થઈને તમામ દ્વારા અમો તથા હરી પટેલ સાથે ગાળા-ગાળી કરવા લાગેલ અને અમો ફરીયાદી તથા હરી પટેલને ધમકીઓ આપેલ કે હવે જો રકમની માંગણી કરેલ છે તો જાનથી હાથ ધોઈ બેસિસ અને રકમ રૂ. ૨,૨૫,૦૦,૦૦૦/- (અંકે બે કરોડ પચીસ લાખ) મારી પાસે તથા બાકીની રકમ આરોપી નં. ૨ અને આરોપી નં. ૩ પાસે છે અને અમો ભાજપ સાથે સંકળાયેલા છીએ અને ઉચ્ચ હોદાઓ ધરાવીએ છીએ અને અમારી ઉપર સુધી રાજકીય તથા પોલીસમાં પહોચ છે, અમારૂ કાંઈ બગડી નઈ શકે ઊલટાનો તમને ખોટા કેસમાં ફિટ કરી દઈશું તેવી ધમકીઓ આપીને અમો ફરિયાદી તથા અમારા પરિવારને તથા હરી પટેલને સતત ભયના ઓથાળ હેઠળ જીવવા મજબૂર કરી દઈને એક પછી એક સતત ગંભીર પ્રકારના ગુન્હાઓ આરોપીઓ આચરી રહેલ હોય, જેથી હાલની આ ફરીયાદ કરવાની ફરજ પડેલ છે. આમ આરોપીઓ દ્વારા તેના પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે એકબીજા સાથે મિલાપી જઈને હરી પટેલ મારફત અમો ફરીયાદીનો સંપર્ક કરીને અમારો વિશ્વાસ સંપાદિત કરીને અમોને ઈનવેસ્ટ કરવાનું જણાવીને તમામ રકમ વળતર સાથે પરત કરવાનું વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ અને ઉપરોક્ત વિગતેની રકમ લઈને ત્યારબાદ વળતર કે મૂળ રકમ પરત ન કરીને તમામ દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા માટે થઈને તે રકમ ઓળવી જઈને અમો ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત આચરેલ
અને ત્યારબાદ આ અંગે અમોએ પૂછતાં અમો તથા હરી પટેલ સાથે ગાળા-ગાળી કરીને અમોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ગંભીર ગુનાઓ આચરેલ હોય, ઉપરોક્ત તમંમ આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા તથા અમારી તથા અમારા સગા-વ્હાલાઓની મરણ-મૂડી પરત અપાવવા તમાંમ પુરાવા સાથે રાજકોટ કમિશનરને લેખિત ફરિયાદ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને સંબોધીને આપતાં સનસનાટી મચી જવા પામી હતી

