Junagadh તા. ૨૨
જુનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી થયેલ રિક્ષા ચોરીના આરોપીને જુનાગઢ બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી, આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી હાથ ધરી હતી.
જુનાગઢ ખાતે ફરીયાદી વિનોદભાઇ ચંપકલાલ જયસ્વાલની અતુલ જેમીની રિક્ષા નં. જીજે ૨૩ ઝેડ ૨૯૮૧ ની ચોરીનો બનાવ બનેલ હોય, જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે.પટેલની રાહબરી હેઠળ ગુન્હા શોધક શાખાના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, દરમ્યાન રીક્ષા ચોરી કરનાર આરોપી ઉમેશ બટુકભાઇ મકવાણા હાલ જુનાગઢ સાબલપુર ચોકડી પાસે હોવાની બાતમી હકિકત મળતા, પોલીસ ટીમે દોડી જઈ, તપાસ કરતા આરોપી ઉમેશ બટુકભાઇ મકવાણા મળી આવતા, મજકુર આરોપીને ઝડપી પાડી, ધોરણસર અટક કરી, આગળની કાયદેસર કાર્યવાહી કરી, ઉપરોક્ત ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરવામા આવેલ છે.

