Surat,તા.24
સ્વામિનારાયણ ગુરુકુલ, વેડ રોડ, સુરત ખાતે આજે વચનામૃત જયંતી ની વહેલી સવારે 6-00 કલાકે પૂજ્યશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રભુ સ્વામી, ભંડારી સ્વામી , જસદણ, નવસારી, ભરૂચથી પધારેલા શ્રી ધર્મનંદન સ્વામી, હરિમુકુંદ સ્વામી, દેવપ્રકાશ સ્વામી વગેરે સંતો તથા હરિભક્તોએ પૂજન કરેલ.
1819 થી 1829 દરમ્યાન ભગવાન સ્વામિનારાયણ, સંતો અને હરિભક્તો વચ્ચે થયેલ સત્સંગ – કથાવાર્તામાંથી 262 જેટલા વચનામૃત તૈયાર કરાયા. જેમાં 6ર1 જેટલા જીવન ઉપયોગી તથા મોક્ષ ઉપયોગી પ્રશ્ન પુછાયા છે.
ભગવાનની વાણી તે ભગવાનનું સ્વરૂપ છે એ ગ્રંથરાજ વચનામૃતના જ 108 નામ મંત્રોના ગાન સાથે પુષ્પ પાંખડી , વસ્ત્ર, નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારવામાં આવેલ.
પ્રાતઃકાળે ભગવાન સ્વામિનારાયણનો પંચામૃત તથા ફળોના રસથી મહાભિષેક કરવામાં આવેલ. સંતો તથા હરિભક્ત મહિલા પુરુષોઓએ સમૂહમાં વચનામૃતનું વાંચન કરેલ.
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે વચનામૃતના સિદ્ધાંતો કાળમાં કટાય કે લક્ષ્યને ચૂકવે તેવા નથી. વધુમાં તેઓશ્રીએ કહેલ કે વિચક્ષણ બુદ્ધિશાળીઓએ બુદ્ધિ કસીને ઘડેલા કોઈપણ દેશના બંધારણને પણ કાળની સૂક્ષ્મ કાતર કદ પ્રમાણે વેતરી નાંખે છે. સમય જતા જમાના સાથે કદમ મિલાવવા નિયમોની સાંકળને મરોડવી જ પડે છે. જ્યારે ભગવાનને જ આપેલા સર્વગ્રાહી, લોકભોગ્ય, ભાવિ દેશકાળને સમજીને કહેવાયેલ હોય છે.
આ ગ્રંથમાં આજ સુધી કોઈ સિદ્ધાંતની બાંધછોડ કરવાની જરૂર પડી જ નથી. 206 વર્ષ પહેલા વચનામૃત પ્રારંભનું નિદર્શન શ્રી વિશ્વસ્વરૂપદાસ સ્વામીએ એનિમેટેડ વિડિયો દ્વારા દર્શાવ્યું હતું. શાસ્ત્રી થ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામીએ સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે વચનામૃતનું પૂજન કરાવેલ અને કહેલું કે આજે ભંડારી સ્વામીએ વચનામૃતના 105 પાઠ પૂર્ણ કરેલ છે. જેને ભાવિકોએ તાલિકાવાદન સાથે ધન્યતા અનુભવેલ.

