Prabhaspatan તા.24
સુત્રાપાડા પો.સ્ટેના અપહરણ બળાત્કારના ગુન્હાનાના છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને બિહાર ખાતેથી 5કડવા ગીર સોમનાથ પોલીસ ક્રાઇમ બ્રાંચે જાનૈયા બની આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ગૃહ વિભાગ ગુજરાત સરકારના તા.17/08/2022 ના ઠરાવ તથા અધિક પો.મહાનિર્દેશક અને સી.આઇ.ડી. ક્રાઇમ, ગુ.રા.ગાંધીનગરના તા.17/08/2022ના પત્રમાં જણાવેલ જોગવાઇ મુજબ જીલ્લામાં ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આગોતરા ઇનામ જાહેર કરવાની સુચના કરતા.
તા.01/12/2022ના રોજ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ટોપ -05 આરોપીઓ કે જેઓ બહુજ લાંબા સમયથી નાસતા ફરતા હોય જેઓની યાદી તૈયાર કરી પકડી પાડવા રૂ.10,000 ઇનામ જાહેર કરવામાં આવેલ હતુ.
જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી.રાજપુત ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચાવડા ની સચોટ ટેકનિકલ એનાલીસીસ આધારે સુત્રાપાડા પોસ્ટે ગુ.ર.નં રૂ. 27/2011 આઈ.પી.સી. કલમ 363, 366, 376 મુજબના ગુન્હાનો છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી તાલીમનાડુ હોવાનું જણાય આવતા પો.ઇન્સ.એસ.વી.રાજપુત તે આ આરોપીને પકડી પાડવા એક ટીમ બનાવેલ જેમાં એ.એસ.આઈ. લાલજીભાઈ બાંભણિયા, એ.એસ.આઈ. ભૂપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ.કોન્સ. પ્રકાશભાઈ સોલંકી તથા પો.કોન્સ. પિયુષભાઈ બારડ એ આ આરોપી પકડી પાડવા તામીલનાડુ ખાતે જવા રવાના થયેલ પરંતુ ત્યાંથી આ આરોપી બિહાર તરફ રવાના થયાનું જાણ થતા મુંબઇ ખાતે પહોંચેલ ટીમને બિહાર ખાતે તાત્કાલીક જવાના રવાના કરેલ.
એલ.સી.બી. ટીમ બિહાર રાજય ખાતે આરોપીના વતન પહોંચતા ત્યાં હાલ લગ્નની સીઝન ચાલુ હોય દેશભરમાંથી બિહારના વતની મજુરો મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ નિમિત્તે રજામાં આવેલ જેથી એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીના રહેણાંક વિસ્તારની માહીતી મેળવતા આ વિસ્તાર સાહેબગંજ શહેર વિસ્તારથી 4 કી.મી. દુર હોય અને જંગલ વિસ્તાર હોય જેથી પગપાળા 04 કી.મી. ચાલી આ જંગલ વિસ્તારમાં આવેલ ઝુપડપટી આજુબાજુ ચાલતા લગ્નના માહોલમાં અલગ અલગ વિસ્તારમાં એલ.સી.બી ટીમના માણસો પોતાની ઓળખ છુપાવી લગ્નમાં આવેલ મહેમાન તરીકે ફેલાય જઇ દિવસભર રેકી કરી હયુમન સોર્સીસ ઉભા કરી આરોપી તથા તેના સગા વહાલા તથા તેના રહેણાંક બાબતે સચોટ બાતમી હકીકત મેળવી રાત્રીના સમયે સ્થાનિક પોલીસને આ બાબતેની તમામ માહીતી પુરી પાડી સ્થાનિક પોલીસની મદદ મેળવી આ આરોપીને વિનયકુમાર સોહન મહતો બિહાર રાજ્ય ના મુઝફફરપુર જીલ્લા માંથી પોતાના રહેણાંક મકાનેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

