લાલ અને નારંગી રંગના વાદળો સતત આગળ વધી રહ્યા છે: વૈજ્ઞાનિકો માટે પણ અભ્યાસની એક તક હોવાના સંકેત
New Delhi, તા.25
ગત રવિવારે ઈથોપિયામાં આ જ્વાળામુખી ફાટયા બાદ તેમાં સલ્ફર ડાયોકસાઈડનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવ્યું છે જેના કારણે તે વધુ હાનિકારક હોય તેવા સંકેત છે. હાલ જો કે આ જ્વાળામુખી શાંત થઈ ગયો હોય તેવું દેખાય છે
પરંતુ શિલ્ડ વાલકેનો પ્રકારનો આ જ્વાળામુખી હોવાથી તે એક વખત સકિય થયા પછી લાંબા સમય સુધી તેમાં વિસ્ફોટ થતાં રહે છે અને તેથી સાવચેતી રાખવામાં આવી રહી છે. આ વિસ્તારમાં 12000 વર્ષમાં પ્રથમ વખત આ મોટાપાયે જ્વાળામુખી ફાટતા તેની અસરનો પણ અભ્યાસ થઈ રહ્યો છે અને વૈજ્ઞાનિકો તેને ઈતિહાસની એક અસાધારણ ઘટના તરીકે પણ ગણાવી રહ્યા છે.
ખાસ કરીને વધુ સમય સુધી તે સલ્ફર ડાયોકસાઈડની માત્રા છોડે તો તેનો અર્થ આંતરિક રીતે વધુ વિસ્ફોટ થવાની શકયતા દર્શાવે છે. હેલી ગુબ્બી અફાર રીસ્ટનો એક ભાગ છે. જ્યાં ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની શકયતાઓ વધુ હોઈ શકે છે. હાલ વિશ્ર્વના અનેક ભૂવૈજ્ઞાનિકોએ સેટેલાઈયની મદદથી આ જ્વાળામુખીની સક્રિયતાનો અભ્યાસ શરૂ કર્યો છે. આ પ્રકારના જ્વાળામુખી એ વધુ પહોળા અને 100 કિલોમીટર સુધી લાંબા હોઈ શકે છે અને તેના લાવા ઓછું નુકસાનકારક પરંતુ વધુ વિસ્તારમાં ફેલાઈ શકે છે.

