New Delhi તા.25
સરકાર હવે ઓનલાઈન મંચો પર દવાઓની જાહેરાતો સામે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સરકારનો ઉદેશ જાતે દવા લેવાની પ્રવૃતિ અને ડોકટરની સલાહ વિના અસુરક્ષીત દવાઓના વેચાણને રોકવાનો છે.
મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંબંધમાં દવા વિજ્ઞાપનનાં નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રસ્તાવ એવા સમયે બહાર આવ્યો છે.જયારે એન્ટીબાયોટીકસ, મનોવૈજ્ઞાનિક દવાઓ અને મંજુરી વિના લેવામાં આવેલ દવાઓનાં વિજ્ઞાપન ઓનલાઈન પ્લેટફોર્મ પર ઝડપથી દેખાઈ રહ્યા છે. સરકારે નવા પ્રસ્તાવનો મુસદો તૈયાર કર્યો છે. જે હાલ ભારતનાં ઔષધી મહા નિયંત્રક પાસે વિચારાધીન છે.
આમના પર લાગશે પ્રતિબંધ:
અત્યાર સુધી દવા વેચવાના લાયસન્સમાં વિજ્ઞાપન પર કોઈ સ્પષ્ટ રોક નહોતી નવો નિયમ એ અનિવાર્ય કરશે કે લાઈસન્સ ધારક ખતરનાક અને વધુ જોખમવાળી દવાઓનું વિજ્ઞાપન કોઈપણ સંજોગોમાં કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ પર કરી શકે. આ રોક દવા વિક્રેતા, જથ્થાબંધ વેપારી, વિતરક અને ઓનલાઈન પ્લેટફોર્મ ચલાવનાર બધી કંપનીઓ પર લાગશે.
આટલા માટે બદલવામાં આવી રહ્યો છે નિયમ
એન્ટી બાયોટીક અસરહીન: વિશેષજ્ઞોનું કહેવુ છે કે જયારે લોકો જરૂરીયાત વિના એન્ટી બાયોટીક ખાય છે તો શરીરમાં રોગાણુ વિરોધી પ્રતિરોધ વધી જાય છે. આનો મતલબ એ થાય કે ભવિષ્યમાં જયારે કોઈ ગંભીર સંક્રમણ થાય તો દવાઓ કામ કરવાનું બંધ કરી દેશે.
સેલ્ફ મેડીકેશનનો ખતરો:
વિજ્ઞાપન જોઈને લોકો ખુદ જ ગંભીર રોગોની દવા ખરીદી લે છે.આથી બિમારીની સાચી સારવાર નથી થતી.
અમાન્ય અને નકલી દવાઓ:
ઓનલાઈન પ્લેટફોર્મ પર અનેકવાર એવી દવાઓનાં પણ વિજ્ઞાપન જોવા મળે છે જે નકલી હોય છે કે જેને દેશમાં વેચવાની મંજુરી નથી હોતી.

