Rajkot તા.26
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનાં ઘટાડા વચ્ચે આજરોજ ફરી હવામાન પલ્ટો સર્જાયો હતો.અને વ્હેલી સવારથી મોડી સવાર સુધી રાજકોટ સહિત અનેક સ્થળોએ ગાંઢ ઘૂમ્મસ છવાયું હતું.સવારે મોડે સુધી ઘૂમ્મસ છવાયેલું રહેતા ધાબડ જેવું વાતાવરણ જોવા મળેલ હતું.
ખાસ કરીને હાઈવે ઉપર વિઝીબિલીટી ઘટી જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી.દરમ્યાન આજે પણ રાજકોટ સહિત મોટા ભાગનાં સ્થળોએ 2 થી 4 ડિગ્રી, ઠંડી ઘટી જવા પામી હતી આજે સવારે રાજકોટમાં 15 ડિગ્રી વેરાવળમાં 19.7, પોરબંદરમાં 16.4, નલિયામાં 12, કંડલામાં 17.2, ભૂજમાં 15.4, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 18.3, વડોદરામાં 19.8, ભાવનગરમાં 19, દમણમાં 21.8, ડિસામાં 16.4, દિવમાં 17, દ્વારકામાં 19.4, અને ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે આજે પવનની દિશા બદલાઈ છે આથી રાજકોટ સહિત છ સ્થળોએ 80 ટકાથી વધુ ભેજ સવારે નોંધાતા ઠેર-ઠેર ધૂમ્મસ છવાયું હતું.જયારે ગોહિલવાડ પંથકમાં આજે બુધવારે લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયુ હતું. સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 76% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 8 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
સવારે શહેરમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.ઉપરાંત જામનગર શહેરમાં શિયાળાય ધીમે ધીમે ધીમે હવે રફતાર પકડી છે જેને પગલે તાપમાનનો પારો સતત નીચે સરખી રહ્યો છે જેને પગલે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનો પારો 14 ડિગ્રીની લઘુતમ તાપમાન રહ્યા પછી 15 ડિગ્રી પારો પહોંચ્યો હતો.જેના લીધે ઠડીમાં શહેરીજનોએ થોડી રાહત મળી છે. તેની સાથે મહતમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહે છે.
જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા રહેતા પરોઢિયે ધૂમમ્સ વાળું છવાઈ ગયું હતું. એકાએક લઘુતમ તાપમાનમાં વધારો થતા 15 ડિગ્રીએ પહોંચી ગયો હતો જેને કારણે શહેરીજનોને ઠંડી માંથી આંશિક રાહત મળી હતી.
શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 15 ડિગ્રી નજીક પહોંચી ગયું છે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે ઝાકળ વર્ષા પણ થઈ રહી છે અને ઠંડી દિન પ્રતિદિન વધી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાની સંખ્યા 1150 જેટલી આશરે છે જે પૈકી મોટાભાગની પ્રાથમિક શાળાઓ સવારની પાળીમાં ચાલી રહી છે.
ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે નાના બાળકોને વહેલી સવારે ઉઠી અને શાળાએ જવું ખૂબ કપરૂં પડી રહ્યું છે 01 થી 08 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો હોય તેમને વહેલી સવારે ઉઠી અને શિયાળામાં સ્નાન કરી અને શાળાએ મોકલવા વાલીઓ માટે પણ માથાના દુખાવા સમાન પરિસ્થિતિ બની ગઈ છે.
ત્યારે હવે તંત્ર દ્વારા શિયાળાના પ્રારંભિક સમયગાળાથી જ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવે સવારે 7ઃ00 વાગ્યાથી લઈ 7ઃ30 વાગ્યા સુધીનો સામાન્ય રીતે સમય રાખવામાં આવી રહ્યો છે તે સમયમાં ફેરફાર કરી અને શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

