New Delhi,તા.26
જો તમે રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છો અને એવી જગ્યાએ પોતાના પૈસા લગાવવા માગો છો, જ્યાં તે સુરક્ષિત પણ રહે અને વ્યાજ પણ જોરદાર મળે. તો તેના માટે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કિમ્સ (Post Office Small Saving Schemes) ખૂબ પોપ્યુલર છે. તેમાં રોકાણ પર સુરક્ષાની ગેરેન્ટી ખુદ સરકાર આપે છે. આવી જ એક ગજબની સ્કીમ છે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (Post Office NSC Scheme), જેમાં એક વાર રોકાણ કરવાથી તમે માત્ર વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. દરેક વ્યક્તિ પોતાની કમાણીનો થોડો ભાગ સેવિંગ કરીને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેને શાનદાર રિટર્ન મળે. તો તેના માટે Post Office NSC એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ પર 7.7%નું જોરદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. રોકાણ પર વ્યાજ દર કમ્પાઉન્ડિંગના આધારે ઓફર કરવામાં આવે છે. વ્યાજની આ રકમ રોકાણના 5 વર્ષ પછી જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત યોજના અથવા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (NSC Scheme)માં ખાતું ખોલાવવું ખૂબ જ સરળ અને તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા 1,000ના રોકાણથી શરૂઆત કરી શકો છો, જોકે મહત્તમ રોકાણ માટે કોઈ લિમિટ સેટ નથી. NSC યોજનામાં બાળકોના નામે પણ ખાતા ખોલી શકાય છે. નિર્ધારિત નિયમો હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકના નામે ખોલવામાં આવેલ એકાઉન્ટ તેમના માતા-પિતા ઓપરેટ કરે છે.આ સરકારી સ્કીમમાં જો તમારે ઓફર કરવામાં આવી રહેલ વ્યાજનો પૂરો લાભ લેવા માગો છો, તો તમારે તમારા રોકાણને લોક-ઈન પીરિયડ સુધી ચાલું રાખવું પડશે, જે 5 વર્ષનો છે. તો જ તમને સંપૂર્ણ વ્યાજ ચૂકવવામાં આવશે. આ સરકારી યોજના ઓનલાઈન રોકાણની સુવિધા પણ આપે છે. Post Office NSC સ્કીમને સરળ ભાષામાં સમજીએ તો તમે ખાતું ખોલાવો છો અને એક વર્ષ ચલાવીને પછી તેને બંધ કરી દો છો, તો તમને માત્ર તમારી રોકાણ કરેલી રકમ જ પાછી મળશે, વ્યાજનો એક પણ રૂપિયો નહીં મળશે. તેથી તમામ લાભો મેળવવા માટે તેને પૂરા પાંચ વર્ષ સુધી ઓપરેટ કરવું જરૂરી છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં જોરદાર વ્યાજની સાથે ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80Cના ટેક્સ મુક્તિનો લાભ પણ મળે છે. તમે એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ સુધીનો ટેક્સ બચાવી શકો છો.

