ધોરાજીમાં જુગાર રમતા સાત શખ્સ રૂ.૧૦.૪૬૦ની રોકડ સાથે પકડાયા
Upleta,
રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પડ્યા છે. જેમાં ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર ઉપલેટા પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પત્તા પ્રેમીને રૂ.૧.૫૦ લાખની રોકડ સાથે અને ધોરાજી પોલીસે રસુલપરમાં જુગારની દરોડો પાડી જુગટુ રમતા સાત શખ્સોને ઝડપી જુગારના પટમાંથી રૂ.૧૦.૪૬૦ની રોકડ કબ્જે કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉપલેટા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ચીખલીયા ગામની સીમમાં જાહેરમાં જુગારનો અખાડો ચાલી રહ્યો છે. ઉપલેટા પોલીસ ની ટીમ ચીખલીયા ગામેપહોંચી જુગાર રમતા ચીખલીયા ગામના કાસમ ઉમરભાઈ દલ, કિશોર જીવાભાઇ બગડા ,નરશી વશરામભાઈ ચુડાસમા ,તોહીદ વરલી મામદ નારેજા ,શાહવાઝ કાદરભાઈ દલ અને જુસબ હુસેનભાઇ ઉન્નર નામના શખ્સોને ઝડપી લઈએ ,જુગારના પટમાંથી રૂ.૧.૫૦ લખાની રોકડ કબ્જે કરી છે.
જ્યારે જુગારનો બીજો દરોડો ધોરાજી પોલીસે રસુલપુરા, ઇદગાહના મેદાનમાં પાડી જાહેરમાં જુગાર રમતા નવાઝશા ઉર્ફે પપ્પુ બકાતીસા જલાલી ,અકબર ઈકબાલભાઈ રાઠોડ ,રહીમ કાસમભાઇ મંધરા ,આસિફ ઉર્ફે ચીનો કાશ મોહમ્મદ રાઈન ,મુકસુદશા ઉર્ફે કાળો મહેમુદશા સર્વોદી ,અમીન ઉર્ફે નાનિયો સલીમભાઈ સંધિ અને સિકંદર ઉર્ફે સીકલો ઈકબાલભાઈ મેર નામના પતા પ્રેમીઓને રૂ.૧૦.૪૬૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.

