Una તા.26
મૂળ ઊના તાલુકાના નવાબંદર ગામના વતની અને હાલ ઊના શાહ એચ. ડી. હાઈસ્કુલ સામે એક સોસાયટીમાં રહેતા તેજાભાઈ ગાગાભાઈ વાઢેરની નાની દીકરી કાજલબેન તેજાભાઈ વાઢેર (ઉ.વ. ૩૦) તે જાફરાબાદ ગામે મોડેલ સ્કૂલ માં નોકરી કરતા, એ આજે વહેલી સવારે કોઈ પણ કારણસર પોતાના મકાન ના રસોડામાં પંખા ના હુક સાથે પ્લાસ્ટિક ની દોરી બાંધી ગળા ફાસો ખાઇ આત્મ હત્યા કરી લેતા મોત થયું હતું. સવારે તેમની માતા ઊઠી ને જોતા દિકરી પંખા સાથે લટકતી હતી. રાડા રાડી કરતા તેમના ભાઈ રાકેશભાઈએ ઊના પોલીસમાં ફોન કરતા પી.એસ.આઈ. હરપાલસિંહ સરવૈયા સ્ટાફ સાથે પહોંચી જઈ મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ કરવા હોસ્પિટલે ખસેડેલ છે. યુવતીની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. આત્મહત્યા નું કારણ અકબંધ છે. જાણવા મળતી વિગતો મુજબ કાજલબેન પાંચ મહિના પહેલા જાફરાબાદ મોડેલ સ્કૂલમાં નોકરીએ જોડાઈ હતી. અને સમાજશાસ્ત્ર નો વિષય ભણાવતી હતી. તેમણે મનોવિજ્ઞાન નો અભ્યાસ પણ કરેલ હતો. કોઈ પણ વિધાર્થી ડિપ્રેશન તણાવ માં હોય તો તે કાઉન્સલિંગ કરી હિંમત આપતી હતી. તો તેમણે શા માટે આત્મ હત્યા કરી લીધી ? તે તપાસ નો વિષય છે. તેમના પિતા તેજાભાઇ ગાંગાભાઈ વાઢેર ને કિડનીની બીમારી છે.સારવાર ચાલુ છે. તેમને સંતાન મા બે દીકરી, એક દીકરો છે. મોટી દિકરીના લગ્ન થઈ ગયા છે. હાલ વાઢેર પરિવાર તેમની દિકરીએ કેમ આ પગલું ભર્યું તે બાબતે ચિંતા માં છે.
