Una તા.26
ઊના પંથક જાણે અકસ્માત નો ઝોન બની ગયો હોય તેમ વારંવાર અકસ્માત ના બનાવો વધતા જાય છે. જેમાં ઊના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર ઊના થી ૧૫ કિલોમીટર દૂર રામેશ્વર ગામના પાટિયા પાસે બેડીયા તરફ જતા રોડ ઉપર બાબુભાઈ ભાવાભાઈ સોલંકી ઉ.વ.50 રે. ઉમેજ તા.ઊના પોતાના કબજા વાળી મોટર સાયકલ નંબર GJ 32 E 4324 ઉપર બેડીયા રોડ ઉપર જતા હતા ત્યારે એક અલ્ટો મોટર કાર નંબર GJ 14 AP 8109ના ચાલક હરપાલસિંહ ભરતભાઈ ગોહિલ રે.બગસરા જિલ્લો અમરેલી ધંધો વેટરનરી ડોક્ટર એ પુરઝડપે બેદરકારી થી ચલાવી મોટર સાયકલને જોરદાર ટક્કર મારતાં મોટર સાયકલ સાથે બાબૂભાઈ પડી ગયા હતા અને માથામાં અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી સ્થળ ઉપર મોત થયું હતું. તેમના પરિવાર ઊના સરકારી હોસ્પિટલ લઈ આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પોલીસે કાર ચાલક હરપાલ સિંહ ભરતભાઈ ગોહિલની હિટ એન્ડ રન ના ગુના બદલ ધરપકડ કરી હતી.

