સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર અશ્લીલ કન્ટેન્ટ પર નજર રાખવા માટે સ્વતંત્ર સંસ્થા બનાવવાની જરૂર છે
New Delhi, તા.૨૭
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર અશ્લીલ કન્ટેન્ટ પર નજર રાખવા માટે સ્વતંત્ર સંસ્થા બનાવવાની જરૂર છે. ચીફ જસ્ટિસે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અધિકાર છે પણ તે વિકૃતિ ફેલાવવાનું કારણ ન બની શકે. જો કોઈ કાર્યક્રમમાં એડલ્ટ કન્ટેન્ટ છે તો પહેલેથી જ ચેતવણી આપવી જોઈએ.
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અશ્લીલ કન્ટેન્ટને લઈને થયેલી હ્લૈંઇ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ આર. વેંકટમણિ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ મામલે નવા દિશા નિર્દેશ તૈયાર કરી રહી છે જેના માટે ચર્ચા વિચારણા ચાલુ છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે આશ્ચર્યની વાત છે કે આવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કોઈ નિયમો જ નથી? હું પોતાની જ ચેનલ બનાવું અને પછી તેમાં પ્રકાશિત થતાં કન્ટેન્ટ પ્રત્યે જવાબદાર ન રહું? આવું તો કેવી રીતે ચાલે? કોઈને કોઈની તો જવાબદારી નક્કી કરવી જ પડશે.
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના સહિત પાંચ કોમેડિયનને આદેશ આપ્યો છે કે તે દિવ્યાંગ લોકોના સન્માનમાં એક શો આયોજિત કરે અને તે પબ્લીશ પણ કરે.
સુપ્રીમ કોર્ટે કોમેડિયન્સ અને યુટ્યુબર્સને કહ્યું છે કે તેઓ દિવ્યાંગજનોની સંઘર્ષથી સફળતાની કહાણી બતાવે. જેથી દિવ્યાંગોની સારવાર માટે ફંડ પણ ભેગું કરી શકાય. સુપ્રીમ કોર્ટે જે કોમેડિયન્સને આદેશ આપ્યો છે તેમાં સમય રૈનાની સાથે વિપુલ ગોયલ, બલરાજ સિંહ ઘઈ, સોનાલી ઠક્કર, આદિત્ય દેસાઈ અને નિશાંત જગદીપ તંવરનું નામ સામેલ છે.
વિવિધર્OTT પ્લેટફોર્મ દ્વારા એવી દલીલ કરાઈ કે હાલ તેઓ સ્વેચ્છાએ ડિજિટલ મીડિયા આચાર સંહિતાનું પાલન કરે છે. જેના પર કોર્ટે કહ્યું કે સ્વયંભૂ સંસ્થાઓથી કામ નહીં ચાલે. એક તટસ્થ અને સ્વતંત્ર સંસ્થાની જરૂર છે. જે સરકારન પ્રભાવથી પણ મુક્ત હોય. ઝ્રત્નૈંએ વધુમાં કહ્યું કે શોમાં ચેતવણી અને ડિસ્ક્લેમર પણ પ્રભાવી રૂપે દર્શાવાતું નથી. ઉંમરના વેરિફિકેશન માટે પણ સિસ્ટમની જરૂર છે.
સોશિયલ મીડિયા અનેર્ ં્્ પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ૪ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

