Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા
    • 29 એપ્રિલનું પંચાંગ
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Nitin Gadkari ની રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ
    રાષ્ટ્રીય

    Nitin Gadkari ની રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.27

    નીતિન ગડકરી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના નેશનલ હાઇવે એનએચ પ્રોજેક્ટ સંદર્ભે ગાંધીનગરમાં બેઠક યોજાઇ

    કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને પ્રગતિ હેઠળની કામગીરી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી.

    આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે.રાજ્યમાં હાઈવેઝ પર ૩૫ ટકાથી વધુનુ વાહન ભારણ રહે છે ત્યારે હાઈવેઝની યોગ્ય મરામત અને જરૂર જણાયે વિસ્તૃતિ કરણના કામો એનએચએઆઇ દ્વારા થતા રહેઃ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં ૩૫ ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ એનએચએઆઇ કરતી રહે. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ -ગોંડલ- જેતપુર, અમદાવાદ-ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય મંત્રી ગડકરીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા નીતિન ગડકરીએ ગુજરાતમાં એનએચએઆઇ હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ.૨૦ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી. અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર, અમદાવાદ-ઉદયપુર માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુરા કરાવવા કેન્દ્રીય મંત્રીને મુખ્યમંત્રીની રજૂઆત કરાઇ હતી

    નેશનલ હાઈવે આથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી સમયમાં એનએચએઆઇ અને મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા હાથ ધરાનારા વિવિધ પ્રોજેક્ટ્‌સ અંગે પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં આવેલા વિવિધ નેશનલ હાઈવેની વર્તમાન સ્થિતિ, રોડના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવાના હતા, હાલમાં બાકીના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

    મુખ્ય સચિવ એમ.કે. દાસે ગુજરાત સરકાર દ્વારા હાઈવેઝ અને માર્ગોની થઈ રહેલી કામગીરી અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનની વિગતો આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા, સલાહકાર એસ.એસ. રાઠૌર, અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના માર્ગ વિભાગ હેઠળ નેશનલ હાઇવે ડિવિઝન સહિત સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Nitin Gadkari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાષ્ટ્રીય

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026
    રાષ્ટ્રીય

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.