Gondal, તા.18
ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા રાજકોટની કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, આ કામના ફરીયાદી જીતેન રાજુભાઈ જડીયા, રહે.”શ્રી હરિ”, ગાયત્રીનગર, શેરી નં.3/5 બંધ શેરી, પ્રભાકુંજ સામે, ગાયત્રીનગર, રાજકોટવાળાએ જમીન-મકાનની લે-વેચના ધંધા માટે તેમના મિત્ર અને આ કામના આરોપી મોહિત સુર્યકાન્તભાઈ (સુરેશભાઈ) ઘોડાસરા, રહે.એ-1, 402, કસ્તૂરી કેસલ-1, અંબિકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, રાજકોટવાળાને રૂા.3,50,000 પુરા હાથ ઉછીના આપેલા હતા, ત્યારબાદ આરોપીએ રકમ ન આપતા આ બાબતનો કેસ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ (સ્પે.નેગો.) (જી.પી.ભોઈ)ની અદાલત-રાજકોટમાં ચાલી જતા ફરીયાદીના વકીલ એસ.બી.દાફડાની દલીલ તથા રજુઆતો તેમજ ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ ધ્યાને લઈ તા.09/12/2025 ના રોજ આરોપી મોહિત સુર્યકાન્તભાઈ (સુરેશભાઈ) ઘોડાસરાને 1 વર્ષની સાદી કેદની સજા અને ફરીયાદીને ચેકની રકમ જેટલા નાણા વળતર તરીકે દિવસ-60 માં ચુકવી આપવા તેમજ જો આરોપી રકમ આપવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદી તરફે વકીલ સુરેશ બી. દાફડા (એડવોકેટ) રોકાયેલા હતા.
Trending
- Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
- Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
- અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
- Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ
- અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા
- સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું
- America એ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી
- Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
