Surendranagar, તા.24
ગઇકાલથી ઇ.ડી.એ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને ના.મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડતા રેવન્યુ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ઇ.ડી.એ ગઇકાલે આખી રાત સુધી હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન કલેકટરનાં ખાસ મનાતા ના.મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરી છે.
જિલ્લા કલેકટર કચેરીની જમીન શાખામાં બેસતા નાયબ મામલતદાર, ક્લાર્ક, કલેકટરના પીએ સહિતનાઓ પોત પોતાનો ભાગ લેતા હતા. ત્યારે જમીન શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી ઇડી દ્વારા રૂપિયા 60 લાખ કરતા વધુની રકમ ઝડપાઈ જવા પામી છે. તો પછી તેના ક્લાર્ક મયુરસિંહ ગોહિલને ત્યાંથી પણ મોટી રકમ ઝડપવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
કારણ કે આ બધા લોકો ભેગા મળીને ખાઈકી કરતા હતા. 60 લાખ રૂપિયા ચંદ્રસિંહ મોરીને ત્યાંથી મળે તો મયુરસિંહ ગોહિલને ત્યાંથી પણ 10% ઓછા કદાચ મળે અને તેના કલેક્ટરના પીએ નો ઊંચો હોદો હોય તેને ત્યાંથી 30 ટકા વધુ મળવાની શક્યતા છે. અને કલેક્ટર પાસે તો આના કરતાં ડબલ મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઇડીની તપાસમાં વધુ શું બહાર આવે છે તે આવનારા દિવસોમાં જાણવા મળશે.
દરમ્યાન વઢવાણમાં રહેતાં નાયબ મામતલદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ગઇકાલથી ઇડી તપાસ અર્થે ત્રાટકી હતી. સાંજે વાગ્યા સુધી ન ઘરમાં કોઇને પ્રવેશ કરવાદીધો ન હતો. 8 કલાકમાં એક વૃદ્ધા ઘરમાંથી બહાર આવ્યા હતા. જેમનેઆંગણામાં જ રોકી દેવાયા હતા. ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંકથઇ હતી. અંદાજે અઢી-ત્રણ વર્ષથી તેઓ મહેસૂલ વિભાગમાં નાયબમામલતદાર તરીકે ફરજ બજાવતાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઇડીની રાત્રે 10 વાગે ફાઇલો લઇ રવાના થઇ વર્ષ 2015ની ઈંઅજ બેંચમાં પાસથયેલા ર્ડા.રાજેન્દ્રકુમાર એમ.પટેલે હિંમતનગર, સુરત બાદફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેક્ટરપદે આવ્યા હતા. ઇડીએ વહેલીસવારે 5 વાગે દરોડો પા્ડ્યો હતો.રાત્રે 10 વાગ્યા આસપાસ ફાઇલોજપ્ત કરી રવાના થઇ હતી.
કલેક્ટરનું મોસાળ વિરમગામ,વતન ટેન્ટમાં પણ તપાસબેનામી સંપત્તિના કેસમાં ઇડીએ તપાસ કરી ત્યારે કલેક્ટર ડો .રાજેન્દ્રકુમાર એમ પટેલના મોસાળ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્ટમાંઅંદાજે 70થી 75 વીધા જેટલી જમીન ઓનાલાઇનસરકારી એપ્લીકેશનમાં રાજેન્દ્રકુમાર મહેન્દ્રકુમારનાનામે જોવા મળી હતી. દિવસે વતન ટેન્ટમાં પણતપાસ કરી હતી..કલેક્ટના નામે અમદાવાદમાં ફ્લેટ,અન્ય સ્થળે 5 કરોડની જમીન છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડો. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના આઈએએસ અધિકારી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગઇકાલે વહેલી સવારથી તેમના સરકારી નિવાસસ્થાને ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, ફાઈલો અને નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
લોકોમાં ચર્ચાઇ રહેલી વાત મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના પીએની કચેરી જ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. કલેકટરના નાક નીચે જ ભ્રષ્ટાચારનો અડ્ડો જામ્યો છે. જેમાં પણ કલેકટરની બાજુમાં જ બેસતો તેમના પીએ ભ્રષ્ટાચારના રિંગ લીડર હોય ત્યાંથી જ તમામ ફાઈલોના ભાવો નક્કી થાય છે. તમામ ફાઈલોના ભાવ નક્કી થયા બાદ નીચેના કર્મચારીઓને તેની જાણ કરવામાં આવે છે.
જેની જાણ જે તે ટેબલના નાયબ મામલતદારને કરી તે મુજબની રકમ ઉઘરાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિનખેતીનું ટેબલ સંભાળતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ ક્લાર્ક મહેન્દ્રસિંહ બારડને તે પ્રમાણે રકમ ઉઘરાવી પીએની ઓફિસમાં જમા કરાવવાની રહેતી હોય છે.
ફાઈલોમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકાર દ્વારા ઓનલાઈનની સુવિધા આપવામાં આવે છે. તેમ છતાં કલેકટર કચેરીના નાયબ મામલતદારોએ રસ્તો કાઢ્યો છે કે બિનખેતીમાં આવતી ફાઈલોના માલિકને બોલાવી તેમની સાથે ચોરસ મીટર 10 રૂપિયા મુજબના ભાવ નક્કી કરી માપ પ્રમાણેના રૂપિયા લેવામાં આવે છે.
જો બિનખેતી કરાવનાર ખેડૂત 10 રૂપિયા આપવાની ના પાડે તો યેન કેન પ્રકારે તેની ફાઈલો નામંજૂર અથવા દફતરે કરવામાં આવી રહી છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ, ક્લાર્ક મહેન્દ્રસિંહ બારડને જ્યારથી આ બિન ખેતીની જમીનના ટેબલો આપવામાં આવ્યા છે.
ત્યારથી અત્યાર સુધીમાં કેટલા ચોરસ મીટર જમીનને બિનખેતીના હુકમ આપવામાં આવ્યા અને કેટલી જમીનોના પ્રકરણ દફતરે કરવામા આવ્યા અને દફતરે અગરના મંજૂરના કારણોની તપાસ કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. નજીવા કારણોસર અને તંત્રની બેદરકારી હોવા છતાં અનેક ખેડૂત અરજદારોને હેરાન કરવામાં આવે છે.
બિનખેતીની મંજુર ફાઈલો તથા ના મંજૂર ફાઈલોની વિગતો ચકાસવામાં આવે તો પણ ચોરસ મીટર 10 રૂપિયા મુજબની રકમનો આંકડો મેળવવામાં આવે તો અબજો રૂપિયા સુધી આ કૌભાંડ પહોંચી શકે તેમ છે. અને આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વગેરેની સંપત્તિની ચકાસણી કરવામાં આવે તો પણ મસ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ ઈડીની તપાસ
આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને અધિકારીઓ સાથે સંકળાયેલા બેનામી વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, ઈડી દ્વારા સત્તાવાર રીતે તપાસના મુદ્દા અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.
તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા
ઈડીની કાર્યવાહી દરમિયાન સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ બાહ્ય વ્યક્તિને નિવાસસ્થાને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સર્ચ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
આ ઘટનાને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. સરકારી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ સામે આવી કાર્યવાહી થતા પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એક વખત ચર્ચા ઊભી થઈ છે. લોકો હવે ઈડીની તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે અને જો આરોપો સાબિત થાય તો કડક કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા
દસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચાં ચાલી રહી છે. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, એના ત્યાં પણ ઇડીના અધિકારીઓ ગયા હતા. આ ઉપરાંત કલેક્ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાં છે.

