Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar માં ઇ.ડી.નાં દરોડા બાદ મોડી રાત્રે ના.મામલતદાર મોરીની ધરપકડ
    સૌરાષ્ટ્ર

    Surendranagar માં ઇ.ડી.નાં દરોડા બાદ મોડી રાત્રે ના.મામલતદાર મોરીની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 24, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.24
    ગઇકાલથી ઇ.ડી.એ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને ના.મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં  દરોડા પાડતા રેવન્યુ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ઇ.ડી.એ ગઇકાલે આખી રાત સુધી હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન કલેકટરનાં ખાસ મનાતા ના.મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરી છે.

    જિલ્લા કલેકટર કચેરીની જમીન શાખામાં બેસતા નાયબ મામલતદાર, ક્લાર્ક, કલેકટરના પીએ સહિતનાઓ પોત પોતાનો ભાગ લેતા હતા. ત્યારે જમીન શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી ઇડી દ્વારા રૂપિયા 60 લાખ કરતા વધુની રકમ ઝડપાઈ જવા પામી છે. તો પછી તેના ક્લાર્ક મયુરસિંહ ગોહિલને ત્યાંથી પણ મોટી રકમ  ઝડપવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

    કારણ કે આ બધા લોકો   ભેગા મળીને ખાઈકી કરતા હતા.  60 લાખ રૂપિયા ચંદ્રસિંહ મોરીને ત્યાંથી મળે તો મયુરસિંહ ગોહિલને ત્યાંથી પણ 10% ઓછા કદાચ મળે અને તેના કલેક્ટરના પીએ નો ઊંચો હોદો હોય તેને ત્યાંથી 30 ટકા વધુ મળવાની શક્યતા છે. અને કલેક્ટર પાસે તો આના કરતાં ડબલ મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઇડીની તપાસમાં વધુ શું બહાર આવે છે તે આવનારા દિવસોમાં જાણવા મળશે.

    દરમ્યાન વઢવાણમાં રહેતાં નાયબ મામતલદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ગઇકાલથી ઇડી તપાસ અર્થે ત્રાટકી હતી. સાંજે વાગ્યા સુધી ન ઘરમાં કોઇને પ્રવેશ કરવાદીધો ન હતો. 8 કલાકમાં એક વૃદ્ધા ઘરમાંથી બહાર આવ્યા હતા. જેમનેઆંગણામાં જ રોકી દેવાયા હતા. ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંકથઇ હતી. અંદાજે અઢી-ત્રણ વર્ષથી તેઓ મહેસૂલ વિભાગમાં નાયબમામલતદાર તરીકે ફરજ બજાવતાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

    ઇડીની રાત્રે 10 વાગે ફાઇલો લઇ રવાના થઇ વર્ષ 2015ની ઈંઅજ બેંચમાં પાસથયેલા ર્ડા.રાજેન્દ્રકુમાર એમ.પટેલે હિંમતનગર, સુરત બાદફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેક્ટરપદે આવ્યા હતા. ઇડીએ વહેલીસવારે 5 વાગે દરોડો પા્ડ્યો હતો.રાત્રે 10 વાગ્યા આસપાસ ફાઇલોજપ્ત કરી રવાના થઇ હતી.

    કલેક્ટરનું મોસાળ વિરમગામ,વતન ટેન્ટમાં પણ તપાસબેનામી સંપત્તિના કેસમાં ઇડીએ તપાસ કરી ત્યારે કલેક્ટર ડો .રાજેન્દ્રકુમાર એમ પટેલના મોસાળ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્ટમાંઅંદાજે 70થી 75 વીધા જેટલી જમીન ઓનાલાઇનસરકારી એપ્લીકેશનમાં રાજેન્દ્રકુમાર મહેન્દ્રકુમારનાનામે જોવા મળી હતી. દિવસે વતન ટેન્ટમાં પણતપાસ કરી હતી..કલેક્ટના નામે અમદાવાદમાં ફ્લેટ,અન્ય સ્થળે 5 કરોડની જમીન છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, ડો. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના આઈએએસ અધિકારી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગઇકાલે વહેલી સવારથી તેમના સરકારી નિવાસસ્થાને ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, ફાઈલો અને નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

    લોકોમાં ચર્ચાઇ રહેલી વાત મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના પીએની કચેરી જ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. કલેકટરના નાક નીચે જ ભ્રષ્ટાચારનો અડ્ડો જામ્યો છે. જેમાં પણ કલેકટરની બાજુમાં જ બેસતો તેમના પીએ ભ્રષ્ટાચારના રિંગ લીડર હોય ત્યાંથી જ તમામ ફાઈલોના ભાવો નક્કી થાય છે. તમામ ફાઈલોના ભાવ નક્કી થયા બાદ નીચેના કર્મચારીઓને તેની જાણ કરવામાં આવે છે.

    જેની જાણ જે તે ટેબલના નાયબ મામલતદારને કરી તે મુજબની રકમ ઉઘરાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  બિનખેતીનું ટેબલ સંભાળતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ ક્લાર્ક મહેન્દ્રસિંહ બારડને તે પ્રમાણે રકમ ઉઘરાવી પીએની ઓફિસમાં જમા કરાવવાની રહેતી હોય છે.

    ફાઈલોમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકાર દ્વારા ઓનલાઈનની સુવિધા આપવામાં આવે છે. તેમ છતાં કલેકટર કચેરીના નાયબ મામલતદારોએ રસ્તો કાઢ્યો છે કે બિનખેતીમાં આવતી ફાઈલોના માલિકને બોલાવી તેમની સાથે ચોરસ મીટર 10 રૂપિયા મુજબના ભાવ નક્કી કરી માપ પ્રમાણેના રૂપિયા લેવામાં આવે છે.

    જો બિનખેતી કરાવનાર ખેડૂત 10 રૂપિયા આપવાની ના પાડે તો યેન કેન પ્રકારે તેની ફાઈલો નામંજૂર અથવા દફતરે  કરવામાં આવી રહી છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ, ક્લાર્ક મહેન્દ્રસિંહ બારડને જ્યારથી આ બિન ખેતીની જમીનના ટેબલો આપવામાં આવ્યા છે.

    ત્યારથી અત્યાર સુધીમાં કેટલા ચોરસ મીટર જમીનને બિનખેતીના હુકમ આપવામાં આવ્યા અને કેટલી જમીનોના પ્રકરણ દફતરે કરવામા આવ્યા અને દફતરે અગરના મંજૂરના કારણોની તપાસ કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. નજીવા કારણોસર અને તંત્રની બેદરકારી હોવા છતાં અનેક ખેડૂત અરજદારોને હેરાન કરવામાં આવે છે.

    બિનખેતીની મંજુર ફાઈલો તથા ના મંજૂર ફાઈલોની વિગતો ચકાસવામાં આવે તો પણ ચોરસ મીટર 10 રૂપિયા મુજબની રકમનો આંકડો મેળવવામાં આવે તો અબજો રૂપિયા સુધી આ કૌભાંડ પહોંચી શકે તેમ છે. અને આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વગેરેની સંપત્તિની ચકાસણી કરવામાં આવે તો પણ મસ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

    ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ ઈડીની તપાસ
    આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને અધિકારીઓ સાથે સંકળાયેલા બેનામી વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, ઈડી દ્વારા સત્તાવાર રીતે તપાસના મુદ્દા અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

    તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા
    ઈડીની કાર્યવાહી દરમિયાન સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ બાહ્ય વ્યક્તિને નિવાસસ્થાને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સર્ચ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

    આ ઘટનાને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. સરકારી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ સામે આવી કાર્યવાહી થતા પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એક વખત ચર્ચા ઊભી થઈ છે. લોકો હવે ઈડીની તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે અને જો આરોપો સાબિત થાય તો કડક કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

    સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા
    દસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચાં ચાલી રહી છે. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, એના ત્યાં પણ ઇડીના અધિકારીઓ ગયા હતા. આ ઉપરાંત કલેક્ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાં છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    રાષ્ટ્રીય

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026
    રાષ્ટ્રીય

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    ગુજરાત

    ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.