New Delhi,તા.29
આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ પાસે ટાટાનગર-અર્નાકુલમ એકસપ્રેસ ટ્રેનમાં આગ લાગતા જબરી અફડાતફડી થઈ હતી જેમાં એક પ્રવાસીનું મૃત્યુ થયુ છે. વિશાખાપટ્ટનમની બનેલી આ ઘટના યલમેયલી પાસે બની હતી.
રાત્રીના 12.45 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં ટ્રેનની કેટલીક બોગીઓ આગમાં લપેટાઈ હતી. બે કોચ જેમાં આગની વધુ અસર હતી. તેમાં એક કોચમાં 82 અને બીજા કોચમાં 76 મુસાફરો હતા. મોટાભાગના રાત્રીના ઉંઘમાં હતા.
આગનો ખ્યાલ આવતા તુર્તજ ટ્રેનના પાઈલોટે ટ્રેન રોકી દીધી હતી. જેના કારણે મુસાફરોને કોચમાંથી ઉતરવામાં સમય મળી ગયો હતો. જો કે તેમ છતાં એક યાત્રીકનું શબ મળ્યું છે. બાદમાં નજીકથી ફાયરબ્રિગેડ પહોંચે તે પુર્વે બન્ને કોચ પુરી રીતે સળગી ગયા હતા.
આ દુર્ઘટનાના કારણે ટ્રેન વ્યવહારને મોટી અસર થઈ છે તથા રાહત ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આગ લાગવાના કારણોની તપાસ શરુ થઈ છે.

