Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ… Mamta Banerjee સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જેઠીમધના ફાયદા અને તેનો ઉપયોગ
    લેખ

    જેઠીમધના ફાયદા અને તેનો ઉપયોગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 29, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જેઠીમધ : આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે. જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. એનો ઉપયોગ નેત્ર રોગ, મુખના રોગો, ગળાના રોગો, ઉદરના રોગો, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ અને પિત્ત એમ ત્રણેય દોષોને શાંત કરીને બીમારીનો ઇલાજ કરે છે. તો ચાલો હવે આપણે જાણીએ જેઠીમધના ફાયદાઓ વિશે.

    શક્તિ સ્ત્રોત : જેઠીમધનો પાઉડર દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વારંવાર થાક લાગવો કે શરીરમાં નબળાઈની વારંવાર ફરિયાદ રહેતી હોય તેમણે નરણાં કોઠે જેઠીમધના પાઉડરને મધ સાથે કે ગરમ દૂધમાં -પાણીમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

    કોલેસ્ટ્રોલ : જેઠીમધનો ઉપયોગ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેનું મુખ્ય કારણ એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે શરીરની નસોને નુકસાન થતું અટકાવે છે.

    કાળા વાળ : જેઠીમધ તથા આમળાનું ચૂર્ણ લેવાથી વાળ સફેદ થતાં અટકે છે. વાળ લાંબા, કાળા તથા મજબૂત બને છે.

    ત્વચા : જેઠીમધને ઘસીને કે તેના પાઉડરનો ઉપયોગ ચહેરા ઉપર કરવાથી ત્વચા નિખરે છે. લોહીને શુદ્ધ કરવામાં જેઠીમધ ગુણકારી છે.

    આંખોની બળતરા : આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.

    કમળો, ફેટા લિવર : જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.

    એન્ટિ બેક્ટેરિયલ : જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોધી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે.

    દાંતનો સડો : દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે. દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.

    ખાંસી : જેઠીમધ મોઢામાં રાખીને ઘણા સમય સુધી સુચતા રહેવાથી ખાંસીથી આરામ મળે છે. જો તમને સુકી ઉધરસ છે તો 1 ચમચી જેઠીમધને મધ સાથે ભેળવીદિવસમાં 2 થી ૩ વખત ચાટીને ખાવાથી તેમજ જેઠીમધનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલી માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી જેઠીમધનો ફાયદો મળે છે.

    હ્રદય : 3 થી 5 ગ્રામ જેઠીમધ અને તેટલી જ માત્રામાં બાલકાડુ ચૂર્ણ ભેળવીને, આ મિશ્રણને 15 થી 20 ગ્રામની માત્રામાં પાણી સાથે દરરોજ લેવાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે.

    અલ્સર : જેઠીમધનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી પેટના અલ્સરને ઠીક કરી શકાય છે. તેના માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરને એક કપ દુધમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી પેટના અલ્સરની બીમારી ઠીક થાય છે.

    માસિક સ્ત્રાવ : માસિક ધર્મ દરમિયાનના દિવસોમાં વધારે લોહી નીકળી રહ્યું હોય તો એવા સમયે જેઠીમધનું સેવન કરવાથી તેને અટકાવી શકાય છે. તેના માટે 1 થી 2 ગ્રામ જેઠીમધ ચૂર્ણમાં 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને ચોખાના ધોવરાવણમાં નાખીને પીવાથી માસિક દરમિયાન વધારે પડતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.

    માથાનો દુખાવો : માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે. માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે.

    ઉલ્ટીમાં લોહી : જો ઉલ્ટી કરતા સમયે લોહી નીકળતું હોય તો જેઠીમધનું સેવન કરવાથી અથવા જેઠીમધ અને રક્ત ચંદન ચૂર્ણ બંનેને 1 થી 2 ગ્રામની માત્રામાં દૂધ સાથે વાટીને તેમાં 50 મિલી દૂધ ભેળવીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉલ્ટીમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.

    માઈગ્રેન : જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.

    લોહીની ઉણપ : શરીરમાં લોહીની ઉણપ સર્જાતા પર જેઠીમધનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેના માટે એક ચમચી જેઠીમધ ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને મધ સાથે ભેળવીને ખાવાથી અથવા 10 થી 20 મિલી જેઠીમધના પાવડરને મધ સાથે ભેળવીને પીવાથી લોહીમાં વધારો થાય છે. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે.

    -મિતલ ખેતાણી (મો.98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    ધાર્મિક

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    લેખ

    અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી

    April 29, 2026
    લેખ

    તંત્રી લેખ… Mamta Banerjee સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર

    April 29, 2026
    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    લેખ

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.