New Delhi,તા.30
ભારતમાં બેન્કીંગ સેવાઓ હવે વધુને વધુ લોકો સુધી પહોંચી રહી છે અને તેમાં ડીજીટલ બેન્કીંગનો આંગળીના ટેરવાથી શકય બની ગયુ છે તે વચ્ચે બેન્કોમાં ગ્રાહકો તથા બેન્ક કર્મચારીઓ દ્વારા થતા ફ્રોડમાં હવે નવું સત્ય સામે આવ્યુ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના એક રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં બેન્કોમાં કુલ ફ્રોડની સંખ્યા ઘટી છે પણ ફ્રોડમાં સંડોવાયેલી રકમમાં 30% જેવો વધારો થયો છે. મતલબ કે હવે મોટી રકમના ફ્રોડ વધ્યા છે અથવા તે જ `રિપોર્ટ’ થઈ રહ્યો છે.
આરબીઆઈના રિપોર્ટ મુજબ એપ્રિલ- સપ્ટેમ્બર માસના 6 માસના ગાળામાં કુલ રૂા.21515 કરોડના બેન્ક ફ્રોડ થયા જે ગત વર્ષે આ સમયગાળામાં રૂા.16589 કરોડના થયા હતા જેમાં ફ્રોડના કેસ ઘટયા છે પણ રકમ વધી છે. ગત વર્ષે આ સમયગાળામાં 18386 ફ્રોડ નોંધાયા હતા જે આ વર્ષે 5092 ફ્રોડ એટલે કે 60% જેટલા ઓછા ફ્રોડ નોંદાયા પણ તેમાં વધુ રકમની ઉચાપત અથવા છેતરપીંડી થઈ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેમાં 29 ડિસે.ના વાર્ષિક રિપોર્ટ ટ્રેડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કીંગ ઈન ઈન્ડીયા 2024/25માં અને 2025/26ના વર્ષના પ્રથમ છ માસના બેન્કીંગ ક્ષેત્રના દેખાવ અંગે વિસ્તૃત માહિતી અપાઈ છે.
રિઝર્વ બેન્કની દલીલ છે કે, સર્વોચ્ચ અદાલતના એક આદેશના કારણે ફ્રોડની રકમ વધી છે. 2023ના માર્ચ માસના એક ચૂકાદાને સુપ્રીમકોર્ટે બેન્કીંગ ફ્રોડના 122 જૂના કેસની ફરી તપાસના આદેશ આપ્યા હતા અને નવો રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવા જણાવ્યું. આરબીઆઈના આંકડા મુજબ આ કેસમાંજ ફ્રોડની રૂા.18336 કર્યો છે.
આ પ્રકારના ફ્રોડમાં ડીજીટલ ફ્રોડની સંખ્યા 68.8% રહી છે પણ તેમાં રકમ ઓછી છે. બેન્કની વધુ રકમ લોન ફ્રોડમાં ગઈ છે. રૂા.1 લાખ કે તેથી વધુની રકમના લોનફ્રોડના 33.1% કેસ નોંધાયા છે.
અલગ અલગ બેન્કોમાં ફ્રોડની પેટર્ન પણ અલગ અલગ જોવા મળી છે. કુલ મામલામાં ખાનગી બેન્કોમાં થયેલા ફ્રોડની ટકાવારી 59.3% રહી છે. આમ અડધાથી વધુ ફ્રોડ ખાનગી બેન્કો અને તે પણ ઈન્ટરનેટ મારફત થયેલા ફ્રોડ વધુ છે. તેમાં બેન્કોના ડેબીટ-ક્રેડીટ કાર્ડ ફ્રોડનો પણ સમાવેશ થાય છે. સરકારી બેન્કો અથવા રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ફ્રોડની કુલ રકમ 70.7% રહી છે.
આમ ફ્રોડની રકમ સરકારી બેન્કોમાં વધુ રહી છે. જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજના આધારે ધિરાણને હેતુ કરતા અન્ય ઉપયોગ કરે કે જે ખરીદી માટે ધિરાણ મેળવ્યું હોય તેના ખોટા બિલ દસ્તાવેજો રજુ કરે તો તે બેન્ક લોન ફ્રોડ બને છે. રિઝર્વ બેન્કનો આ ડેટા દર્શાવે છે કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ મારફત ફ્રોડના 942 કેસ પરત ખેચી લેવાયા હતા. આ માટે 1.28 લાખ કરોડની રકમ સામેલ હતી.
જેમાં બેન્કોમાં નાણા ભરપાઈ થઈ જવાથી બેન્કોએ તે કેસ બંધ કર્યા હતા. બેન્કીંગ નિષ્ણાંતોનું માનવું છે હજું વધુ વ્યાપ થવાથી બેન્કો સાથે છેતરપીંડી વધી શકે છે. બેન્કોએ લોન મંજુર કરતા પુર્વેની ચકાસણી વદારવી જોઈએ.
તો બીજી તરફ ડેબીટ-ક્રેડીટ કાર્ડના સાયબર ફ્રોડ ઘટયા છે તે ડિઝીટલ બેન્કીંગમાં જે જાગૃતી વધી છે તેને કારણ ગણવામાં આવે છે. બેન્ક ફ્રોડ કરવામાં જે બનાવટી દસ્તાવેજોના આધારે બેન્ક ખાતા ખોલાય છે અથવા ખાતે `ભાડે’ અપાય છે તેની ભૂમિકા પણ વધુ છે.
કેવાયસીમાં ક્ષતિ; ફ્રોડ સામે નબળી સિસ્ટમથી છેતરપીંડી વધી
રિઝર્વ બેન્કના રિપોર્ટમાં કારણો દર્શાવાયા
બેન્કોના ફ્રોડમાં થઈ રહેલા વધારા પાછળ ખાસ કરીને જે કેવાયસી (નોન યોર કસ્ટમર) સીસ્ટમ છે. તેમાં બેન્ક કર્મચારીઓની સતર્કતા ઓછી હોવાનું પણ એક કારણ અપાયુ છે.
બેન્કોએ જુના ફ્રોડમાંથી બોધપાઠ લઈને સીસ્ટમમાં જે ક્ષતિઓ કે છટકબારી અથવા જયાં ગેરરીતિને અવકાશ છે તે સુધારવાની ચિંતા ઓછી કરે છે તે તારણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ આપ્યું છે.
રિઝર્વ બેન્કે ખાસ કરીને બેન્ક ખાતામાંથી કેવાયસી પ્રક્રિયા સતત અપડેટ થઈ શકે તે માટે ખાસ અને નિયમીત રીતે ઝુંબેશ છેડવા પર ભાર મુકયો છે. ઉપરાંત કેવાયસી પ્રક્રિયામાં જે રીજેકશન હોય તેનો પણ રેકોર્ડ રાખવો જરૂરી હોવાનું દર્શાવ્યું છે.
આ માટે વધુને વધુ ટેકનોલોજી પર ભાર મુકાવો જોઈએ. હાલમાં જ જે બેનામી અથવા બેન્ક ખાતા `ભાડે’ આપીને થતા સાયબર ક્રાઈમ સામે જે ઝુંબેશ બેન્કોએ છેડી છે તે મહત્વનું હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી જોખમી ખાતાઓને શોધવા પર ભાર મુકાયો હતો તો બેન્કો વિમા-મ્યુચ્યુઅલ ફંડ વેચવા માટે ગ્રાહકોની શ્રેદ્ધતા, કેવાયસી વિ. ચકાસણીમાં ઢીલાશ દાખવે છે તેને પણ એક કારણ ફ્રોડ વધવા માટે ગણાવ્યું છે.

