ઓકલેન્ડના પ્રતિષ્ઠિત સ્કાય ટાવર પર આતશબાજીથી ઉજવણી શરૂ થઈ હતી
New Zealand ,તા.૩૧
વિશ્વના ઘણા ભાગોમાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં પહેલા શરૂ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી શરૂ થઈ ગઈ હતી અને જુદા જુદા સમય ઝોનને કારણે, ઘણા દેશો નવા વર્ષનો દિવસ અલગ અલગ સમયે ઉજવણી શરૂ થઇ હતી ભારત પહેલાં ૪૧ દેશોએ નવા વર્ષનો દિવસની ઉજવણી પહેલા શરૂ કરી દીધી હતી ન્યુઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડે ફટાકડા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું ૨૦૨૬ સૌપ્રથમ કિરીબાતીના કિરીટીમાટી ટાપુ પર ઉજવવામાં આવ્યું હતું. નવા વર્ષનું સ્વાગત કરનાર આ વિશ્વનો પ્રથમ દેશ છે. કિરીબાતી, જેને કિરીબાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનેક એટોલ્સથી બનેલો એક ટાપુ સમૂહ છે. તેની લંબાઈ આશરે ૪,૦૦૦ કિલોમીટર છે. અહીં, નવું વર્ષ ભારત કરતા ૮ કલાક અને ૩૦ મિનિટ વહેલું શરૂ થાય છે. પૃથ્વીના પૂર્વીય ભાગ કિરીબાતીમાં આજે ભારતીય સમય મુજબ બપોરે ૩ઃ૩૦ વાગ્યે નવું વર્ષ આવી ગયું હતું આ પછી, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઘણા એશિયન દેશોમાં નવું વર્ષ એક પછી એક ઉજવવામાં આવ્યું હતું કિરીબાતી પછી, ન્યુઝીલેન્ડના ચેથમ ટાપુઓમાં નવું વર્ષ આવ્યું, જ્યાં ફક્ત ૬૦૦ લોકો રહે છે. હોટેલ ચેથમ બારમાં, સ્થાનિક લોકો ૨૦૨૫ ની છેલ્લી ક્ષણોની ઉજવણી કરી રહ્યા હતા. હોટેલ માલિક ટોની ક્રૂનના મતે, યુવાનો મોડે સુધી જાગશે, પરંતુ જૂની પેઢી વહેલા સૂઈ શકે છે. ટોની કહે છે કે લોકોનો આ સ્થળ સાથે ખાસ સંબંધ છે. અહીં ૨૦૨૬નું સ્વાગત કરવું ખરેખર ખાસ છે, કારણ કે આપણે દુનિયાથી અલગ છીએ, છતાં એકબીજા સાથે જોડાયેલા છીએ. નવા વર્ષના દિવસે વિશ્વભરના ઘણા શહેરોમાં અદભુત ફટાકડાના પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં ઓસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર અદભુત ફટાકડાના પ્રદર્શનો યોજવામાં આવ્યું હતું યુએસએના ન્યુ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર પર પણ અદભુત ફટાકડાના પ્રદર્શનો જોવા મળ્યા હતાં . બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કોપાકાબાના બીચ અને ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં લેક બર્લી ગ્રિફિન પર પણ ખાસ નવા વર્ષના દિવસની ઉજવણીના શો યોજવામાં આવ્યા હતાંપરંતુ બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને ખાસ શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ન્યુઝીલેન્ડમાં ભારતથી સાડા સાત કલાક પહેલા અને અમેરિકામાં ભારતથી સાડા નવ કલાક બાદ નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી

