Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ… Mamta Banerjee સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»ડાયાબિટિકો માટે અમૃતતુલ્ય આમળાં
    હેલ્થ

    ડાયાબિટિકો માટે અમૃતતુલ્ય આમળાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 7, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેટાબોલિઝમ (ચયાપચય–પાચનતંત્ર)ની પ્રક્રિયા ખોરવાતાં ડાયાબીટીસ(મધુપ્રમેહ) થાય.જીવનને ટકાવવા માટે  જીવંત  કોષોમાં  થતી રાસાયણિક  પ્રક્રિયાની  શૃંખલા એટલે  ચયાપચય. આપણું  શરીર  પૂરતું ઈન્સુલિન ( પેન્ક્રિયાસ-સ્વાદુપિંડ  દ્વારા   તૈયાર   થતું  હોર્મોન) તૈયાર  કરતું નથી  કે  શરીર  તેનો જોઈએ  તેવો  ઉપયોગ  કરતું નથી  ત્યારે લોહીમાં ગ્લુકોઝનું  પ્રમાણ  વધતું  રહે  છે  અને ડાયાબીટીસની સમસ્યા થાય  છે.જે મોટી વયના તથા બાળકોમાં પણ જોવા મળે છે.

    ભારતમાં ડાયાબીટીસના અલગભગ ૭.૭ કરોડ દર્દીઓ છે.ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ વિર્શ્વમાં વર્ષ ૨૦૦૦માં ૧૭ કરોડ૧૦ લાખ  ડાયાબિટિક દર્દીઓ હતા.પણ ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૩૬ કરોડ ૬૦ લાખની થવાનો અંદાજ છે.લગભગ ૩૦ ટકા દર્દીઓને શુગર લેવલને કારણે થતા ડાયાબીટીસનાં લક્ષણોની  પણ ખબર હોતી નથી અને ખબર પડે છે ત્યારે તેમની સ્થિતિ ખરાબ  થઈ  ગઈ  હોય  છે. ઊધઈ જેમ ખબર ન પડે તે રીતે લાકડું કોરી ખાય તેમ ધ્યાન ન રાખો તો ડાયાબીટીસ પણ શરીરને અંદરથી કોતરી નાખે છે.  મોટા ભાગના લોકો અને સંશોધકો પણ  ડાયાબીટીસથી બચવા કે એને નિયંત્રણમાં રાખવા આયુર્વેદ અને વનસ્પતિજન્ય ઔષધિતરફ વધી રહ્યા છે.આવી ઔષધિની અસર લાંબા  સમય  સુધી  રહે  છે, તેની  કોઈ આડઅસર ન હોય અને હોય તો નજીવી

    હોય તથા એલોપેથીની દવાઓની તુલનાએ  આયુર્વેદિક ઔષધિઓની કિંમતો પણ પરવડે તેવી હોય છે. ડાયાબીટીસના ઈલાજ માટે જડીબુટ્ટીઓનોઉલ્લેખ  હોય  ત્યારે  આમળાં (આંબળાં)ને અચૂક યાદ કરવામાં આવે.ભારતીય ઉપચાર  પદ્ધતિ આયુર્વેદની  રસાયણ  શાખામાં આમળાંના ડાયાબીટીસ વિરોધી ગુણોનો ઉલ્લેખ કરાયેલો છે.ભારત સિવાય ઈરાન, થાઈલેન્ડ,જર્મની અને ચીન જેવા દેશોમાં પણ ડાયાબીટીસ તથા અન્ય બીમારીઓ પર એક ઔષધ તરીકે આમળાંનો ઉપયોગ થાય છે.ડાયાબિટિક લોકોને આમળાંથી થતા લાભ વિશે જાણવું રસપ્રદ બની રહેશે.૧)કાયાકલ્પનું અમોઘ ઔષધ : આયુર્વેદમાં  આમળાંની ગણના  કાયાકલ્પ (પુનથશક્તિ સંચાર)કરનાર સચોટ ઔષધ તરીકે કરાઈ છે.આમળાંમાં ટેનિન્સ અને ફ્લેવોનોઈડ્સ નામનાં બે મહત્વનાં સ્વાસ્થ્યવર્ધક સંયોજન (પોલિફીનોલ્સ)છે.ટેનિન્સમાં ગેલિક એસિડ, મિથાઈલ ગેલેટ, ઈલાજિક  એસિડ  અને  કોરિલૈગિનનો   સમાવેશ  થાય   છે.  તો ફ્લેવોનોઈડ્સમાં ક્વેરસેટીનનો સમાવેશ છે. આ બન્ને સક્રિય પોલિફીનોલ્સને લીધે આમળાં લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણને ધટાડે છે.

    ૨)ડાયાબીટીસ નિયંત્રણથએક અભ્યાસ મુજબ આમળાંમાં ગેલિક એસિડ,કોરિલૈગિન ,ઈલાજિક એસિડ અને ગેલોટેનિન જેવાં મહત્ત્વનાં પોષક તત્વો છે.જે અસરકારક એન્ટીઓક્સિડન્ટ(શરીરને ફ્રિ રેડિકલ્સથી થતી હાનિથી બચાવનાર)તરીકે કામગીરી કરે  છે. પરિણામે આમળાં ડાયાબીટીસ નાથવામાં  ઉપયોગી  બને  છે. હાયપરગ્લાયકેમિઆ (લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અસામાન્યપણ વધુ હોવાની સ્થિતિ), ન્યુરોપેથિક  પેઈન  (સંકેતોનું વહન કરતી ચેતાઓને નુકસાન કરતી પીડા)તથા ડાયાબીટીસને કારણે થતી હ્રદયની   તકલીફોને  આમળાં રોકે છે કે તેને   ઘટાડે છે.અન્ય એક  અભ્યાસ  મુજબ આમળાંનો રસમાંનું  મેટાબોલિક ક્વેરસેટિન લોહીમાંના  ગ્લુકોઝને ઓછો કરે છે અને એ રીતે આમળાં  ડાયાબીટીસને  નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી છે.

    શરીરના વજનના પ્રતિ કિલોગ્રામે ૭૫ મિ.લી. ક્વેરસેટિનનો  ડોઝ  સાત  દિવસ લેવાથી  બ્લડ  ગ્લુકોઝમાં  ૧૪.૭૮  ટકા  સુધીનો ઘટાડો થાય છે તો શરીરના વજનના

    પ્રતિ કિ.?ગ્રામે ક્વેરસેટિનનો ૫૦ થી ૭૫  મિ.લી.નો ડોઝ ટ્રાઈગ્લિસરાઈડ્સ(હ્રદયની નસોને  બ્લાક  કરતો  પદાર્થ) અને  ટોટલ કોલેસ્ટ્રોલના  સ્તરને સુધારે  છે. આ  બન્ને અભ્યાસ દર્શાવે છે કે ક્વેરસેટિન અસરકારક રીતે ડાયાબીટીસ નિયંત્રણમાં રાખી શકે છે.

    ૩)રોગપ્રતિકારક  શકિત  અને  આમળાં :   રોગપ્રતિકારક શકિત અને આમળાંને ગાઢ  સંબંધ છે.સ્વાદુપિંડ(ટાઈપ વન ડાયાબીટીસ)

    દ્વારા ઈન્સુલિનનું ઉત્પાદન અને ઈન્સુલિન  (ટાઈપ ટુ)દ્વારા ગ્લુકોઝનું પાચન વધતા જતા પ્રમાણમાં રોગપ્રતિકારક શકિત પર આધાર રાખે છે.

    આમળાંમાં નૈસગક સ્વરુપે જ વિટામિન સી,ફાઈબર,ટેનિન્સ,એમિનો એસિડ અને પોલિફીનોલ્સ હોય  છે.આ તમામ તત્વોમાં   સોજા  વિરોધી  તથા  આક્સીકરણ

    (આક્સિજનના  રીએક્શનને  કારણે રાસાયણિક પદાર્થમાં થતા ફેરફારની પ્રક્રિયા)વિરોધી ગુણધર્મ છે.જે શરીરની રોગપ્રતિકારક શકિતને મજબૂત કરે છે.    વારંવારની સોજાથી પેનક્રિયાસના બેટા સેલ(કોષ)ને નુકસાન થાય છે.પરિણામે પૂરતા પ્રમાણમાં ઈન્સુલિન પેદા થતું નથી અને છેવટે ડાયાબીટીસ થાય છે.લાંબા સમય સુધી લોહીમાં ગ્લુકોઝ જમા થતો રહે તો રોગપ્રતિકારક વ્યવસ્થા નબળી પડે છે અને ડાયાબિટિક વ્યક્તિ માટે વિવિધ જાતનાં ઈન્ફેકશનનોનું જોખમ વધે છે. આ સ્થિતિમાં આમળાંના સેવનથી રોગપ્રતિકારક શકિત વધુ મજબૂત થાય છે, ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે,ચેપી રોગો તથા  ડાયાબીટીસથી થતી આરોગ્યની સમસ્યાઓ  સામે રક્ષણ આપે છે.

    સ્વાદિષ્ટ મુરબ્બા,ચ્યવનપ્રાસ,જ્યૂસ, સૂકવણી કરીને બનાવેલા  મુખવાસ, નમકના પાણીમાં આથીને કે  સીધેસીધા સ્વરુપે ખાઈ શકાય.  આમળાં વિટામિન સીનું પાવરહાઉસ છે.દાહ,પાંડુરોગ,રક્તપિત્ત,અરુચિ,ત્રિદોષ , દમ,ખાંસી,ર્શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હ્રદયરોગ, મૂત્રવિકાર એમ અનેક રોગોને નષ્ટ કરવાની શકિત આમળાંમાં  છે. તે વીર્યને પુષ્ટ કરી પૌરુષત્વને વધારે છે, શરીરની  ચરબી ઘટાડી  મોટાપો દૂર કરે છે. માથાના વાળને કાળા,લાંબા અને જાડા રાખે છે.વૃદ્ધત્વને અટકાવે છે.આમ આમળાં અત્યંત સ્વાસ્થ્યવર્ધક છે.

    સામાન્ય રીતે તે ભારતીય ગુસબેરી તરીકે  ઓળખાય છે તો સંસ્કૃતમાં આ રસાયણ ફળને ગામતરી,ધાત્રી,ગમૃતા કહે છે.દરરોજ એક આમળું  ખાઈએ તો  શરીરની  તમામ

    મૂળભૂત  પોષક જરૂરિયાત પૂરી થઈ જાય એ  તેનો અનુભવસિદ્ધ ગુણ છે.અમૃતમાં તમામ રસ હોવાથી તે અમરત્વ આપે છે જ્યારે આમળાં અને હરડેમાં પાંચ રસ હોય છે. એટલે અમૃત પછીના બીજા સ્થાને આ બન્ને  ફળને ગણવામાં આવે છે.

    Amla
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    હેલ્થ

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026
    રાષ્ટ્રીય

    તમારા સ્પોર્ટસવેર તમારા આરોગ્ય માટે જોખમી

    April 15, 2026
    હેલ્થ

    ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન

    April 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.