Morbi,તા.07
એક આરોપીને પોલીસે ઝડપી લીધો, એકનું નામ ખુલ્યું
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ મંદિર સામે નાલા પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી પોલીસે ૪૦,૩૦૦ ના મુદમાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે અને એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાં રામાપીર મંદિર સામે કાળીપાટના નાલા પાસે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠી ચાલુ રાખી બંને ભઠ્ઠીના પતરાના બેરલમાં ગરમ આથો ૨૦૦ લીટર, ઠંડો આથો ૩૦૦ લીટર, ભઠ્ઠીના સાધનો અને દેશી દારૂ ૧૦૫ લીટર સહીત કુલ રૂ ૪૦,૩૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી સંજય દિનેશ વરાણીયા (ઉ.વ.૨૯) રહે બંધુનગર તા. મોરબી વાળાને ઝડપી લીધો છે આરોપી રણજીત નાગજી દેગામાં રહે લીલાપર તા. મોરબી વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે