(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૨૧
Junagadhના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાંથી નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી જુનાગઢની પોલીસ ટીમે મહિલા સંચાલિત જુગારના અખાડાનો પર્દાફાશ કરી, ૪ મહિલા સહિત કુલ ૮ ઈસમોને રોકડા રૂપિયા સહિત કુલ રૂ. ૫૪,૨૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા મકાન માલીક રેખાબેન વા/ઓ સંજયભાઇ રાવતભાઇ ચાવડા (ઉ.વ.૪૫) એ પોતાના અંગત ફાયદા સારૂ બહારથી આરોપીઓને બોલાવી ગંજીપતાના પાના દ્વારા તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીત જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી હકીકત મળતા નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી જુનાગઢની પોલીસ ટીમે જુગાર અંગે દરોડો પાડતા, મકાન માલીક રેખાબેન વા/ઓ સંજયભાઇ રાવતભાઇ ચાવડા તથા નંદનીબેન વા/ઓ હીતેશભાઇ વાસવાણી (ઉ.વ.૪૫ રહે. ગીરનાર દરવાજા રાધાનગર) ધર્મીષ્ઠાબેન ઉર્ફે ધનીબેન વા/ઓ દેવાભાઇ હેરભા (ઉ.વ.૫૦ રહે. મધુરમ બાયપાસ ૧૩ માળીયા) કંચનબેન વા/ઓ નારણભાઇ અરજણભાઇ કરગઠીયા (ઉ.વ.૪૦ રહે.મધુરમ વિસ્તાર સોમનાથ સોસાયટી) કમલેશભાઇ કરશનભાઇ સોલંકી (ઉ.વ.૩૨ રહે સોમનાથ ટાઉનશીપ, મધુરમ) પ્રશાંતભાઇ દીનેશભાઇ મુરબીયા (ઉ.વ. ૨૯ રહે. માલીવાડા રોડ) દેવેંદ્ર કરશનભાઇ વાઢેર (ઉ.વ.૪૭ રહે. માંગનાથ રોડ) તથા જયદીપ કરશનભાઇ સોલંકી (ઉ.વ.૨૫ રહે. સોમનાથ ટાઉનશીપ) જુગાર રમતા મળી આવતા, પોલીસે ૪ મહિલા સહિત કુલ ૮ ઈસમોને પટ માંથી મળી આવેલા રોકડા રૂ. ૪૦,૨૦૦ તથા ૫ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૫૪,૨૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

