Junagadh,તા.૧૩
માળિયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામે રહેતા યુવકે નશાની હાલતમાં ઝેર પી લેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે.
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામે રહેતા મહિપતભાઈ જસાભાઈ જેઠવા (ઉં.વ.30) નામના યુવકે ગઈ કાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતે નશાની હાલતમાં હતો ત્યારે,ભૂલથી ઝેરી પ્રવાહી પી જતા તેને સારવાર અર્થે માળિયા હાટીના બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળીયાહાટીના પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.યુવકે ઘરની પાછળના રૂમે જતા ગાયો બાંધી રાખી છે ત્યાં ઝેરી પ્રવાહી પીધું હતું.યુવકને સંતાનમાં પુત્રી પુત્રી છે.યુવક મજૂરી કામ કરે છે.