Amreli, તા.18
અમરેલીમાં વેપારીની જાણ બહાર સરભડા ગામના યુવાને દુકાનમાં રહેલા મોબાઇલમાંથી રૂા.5.21 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ રોકડીયા પરા, એન્જલ રેસી.માં રહેતાં અને પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો કરતાં ઘનશ્યામભાઇ મગનભાઇ હીરપરા નામનાં વેપારીની અમરેલીનાં મોટા બસ સ્ટેન્ડ સામે આવેલ વ્હાઇટ હાઉસમાં સજેક સ્ક્રીન આટે નામની દુકાને કોમ્પુટર કામ કરતા અમરેલી તાલુકાનાં સરંભડા ગામે રહેતાં આરોપી ચીરાગ રાજેશભાઇ વીરડીયાએ વેપારીનાં ખાતામાંથી વેપારીની જાણ બહાર ગત તા.19/10 ના સાંજે 6 વાગ્યાના સમયે દુકાનમાં રહેલ મોબાઇલમાંથી બીજાના અલગ અલગ એકાઉન્ટમા કટકે કટકે રૂપિયા 5,21,074 ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી તથા વિશ્વાસઘાત કાર્યની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
બાબરા ગામે રહેતાં અરવિંદ અરજણ ધોળકીયા, પ્રશાત મનસુખભાઇ ભડીયાદરા, કુણાલ અમુતભાઇ કાનાણી, વાસીમ આલમભાઇ પઠાણ, ઇકબાલ ઉમરભાઇ શેખ, રેનિશ બાલુભાઇ ગુમાસણા તથા લાલા ભગવાન વાઘેલા (શ્રવણ રહે.અમરાપરા) નામના સાતેય ઇસમો બાબરા તાલુકાના ઇશ્ર્વરીયા ગામે ભાવેશ ખોડાભાઇ મકવાણાની ઇશ્વરીયા ગામે આવેલ વાડી ખેતરના પાછળના ભાગે આવેલ વોકળામા ખુલ્લી જગ્યામાં તા.16 ના રોજ સાંજે 4/30 વાગ્યે પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમતા રોકડા હોય બાબરા પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડી રોકડ રકમ રૂા. 63,660 સાથે 6 આરોપીને ઝડપી લીધાં હતાં. જ્યારે 1 આરોપી નાસી જતા તેમની શોધખોળ આદરી છે.

