New Delhi,તા.04
સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા બન્યા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનતા ભારતીય નૌસેનામાં એક નવો ઇતિહાસ રચાયો છે. અત્યાર સુધી મહિલા પાયલટ નૌસેનાના જાસૂસી વિમાન અને હેલિકોપ્ટર ઉડાવતા હતા, પરંતુ આસ્થા હવે લડાકુ વિમાન ઉડાવશે, જે દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવશે.
ભારતીય નૌસેના X પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં આસ્થા પુનિયાનો ફોટો પણ છે. નૌસેનાએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘નૌસેના ઉડ્ડયનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌસેનાએ 03 જુલાઈ, 2025 ના રોજ ભારતીય નૌસેના હવાઈ મથક ખાતે બીજા બેઝિક હોક કન્વર્ઝન કોર્સ પૂર્ણ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું. લેફ્ટનન્ટ અતુલ કુમાર ધુલ અને SLT આસ્થા પુનિયાને રીઅર એડમિરલ જનક બેવલી, ACNS (એર) તરફથી પ્રતિષ્ઠિત ‘વિંગ્સ ઓફ ગોલ્ડ’ એવોર્ડ મળ્યો.’આસ્થા પુનિયા કયું ફાઇટર એરક્રાફ્ટ ઉડાવશે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. જોકે, ભારતીય નૌસેના અમુક ખાસ પ્રકારના ફાઈટર એરક્રાફ્ટ છે, જે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત પરથી ઉડાન ભરી શકે છે. નૌસેનાનું મિગ-29 ફાઈટર એરક્રાફ્ટ છે. જેને વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેની કોમ્બેટ રેન્જ 722 કિમીની છે અને તેની સામાન્ય રેન્જ 2346 કિમી છે. તે 450 કિલોગ્રામના ચાર બોમ્બ, મિસાઈલો અને અન્ય હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.