Dubai, તા.26
ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા અને સ્પિન બોલર વરૂણ ચક્રવર્તી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની T20 રેન્કિંગમાં આગળ છે. T20 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મ છતાં, બુધવારે જાહેર કરાયેલી નવી યાદીમાં અભિષેક શર્મા બેટિંગ ચાર્ટમાં ટોચ પર છે.
બીજા નંબર પર સોલ્ટ
ઈંગ્લેન્ડના બેટર ફિલ સોલ્ટ રેન્કિંગમાં બીજા નંબરે યથાવત છે,જ્યારે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાન બે સ્થાન ઉપર ચઢીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે શિવમ દુબે બે સ્થાન ઉપર ચઢીને સાતમા સ્થાને પહોંચી ગયો છે.
બુમરાહ સાત સ્થાન ઉપર આવ્યો
સ્પિનર વરૂણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકા સામે મોંઘા પ્રદર્શન છતાં બોલિંગ ચાર્ટમાં ટોચ પર યથાવત છે. જસપ્રીત બુમરાહ સાત સ્થાન ઉપર આવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસેન, વેસ્ટ ઈન્ડિઝના ગુડાકેશ મોતી અને ઈંગ્લેન્ડના લિયામ ડોસન પણ ઉપર આવ્યા છે.

