Savarkundla તા. 01
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ બ્રાન્ચ શાળા નંબર ૪ ખાતે દીપશાળા પ્રોજેકટ અંતર્ગત ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
અમરેલીના લાઠીના વતની તથા અમેરિકા સ્થિત શ્રી ભરતભાઈ દેસાઈ સર ,AIF તથા સંવિદ વેન્ચર ના સંયુક્ત સહયોગથી ચાલતા ‘DEEP SHAALA’ પ્રોજેક્ટ અંતર્ગત સાવરકુંડલાની શ્રી બ્રાન્ચ શાળા નંબર- ૪ માં ધોરણ સાતના કુલ ૧૪૬ વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે ટેબલેટ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન તારીખ ૧-૮-૨૫ના રોજ થયું. આ કાર્યક્રમમાં એસ.એમ.સી અધ્યક્ષ તથા સભ્યશ્રીઓ કરસનભાઈ આલ ,હરેશભાઈ ભુપતભાઈ ,લક્ષ્મીબેન ,નાનજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા. શાળા વિકાસના કાર્યોમાં હંમેશા સાથ સહકાર આપતા કાઉન્સિલર કેશવભાઈ બગડા તથા શાળાની શૈક્ષણિક ગુણવત્તા માટે હંમેશા પ્રયત્નશીલ સી.આર.સી કો ઓર્ડીનેટર વિપુલભાઈ દુધાત તથા વિકલાંગ બાળકોના બીઆરપી અજયભાઈ એ પણ પ્રાસંગિક હાજરી આપી હતી. AIF co. શ્રી દીપકભાઈ દ્વારા ટેબલેટની જાળવણી તથા ઉપયોગ વિશેની વિસ્તૃત સમજ તમામ વાલીશ્રીઓને આપવામાં આવી. ધોરણ -૭ ના તમામ વર્ગ શિક્ષકો શિલ્પાબેન ,બીનાબેન ,
પારુલબેન દ્વારા તમામ વાલીઓને નીતિ નિયમોની સમજ આપી ફોર્મ ભરી આપવામાં આવ્યા. શાળાના શિક્ષકશ્રીઓ જેમલભાઈ દેવાંગભાઈ ,હેતલબેન ,સીમાબેન , ચંદ્રિકાબેન દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી .સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી પૂજાબેન દ્વારા કરવામાં આવ્યું.