Jamnagar તા ૧૪
જામનગરમાં ખંભાળિયા બાયપાસ રોડ પર સાંઢીયા પુલ નજીક ગઈકાલે સવારે અકસ્માત સર્જાયો હતો. કોઈ અજ્ઞાત કારના ચાલકે એક માલ વાહક રીક્ષાને પાછળથી ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા છકડો ફૂટબોલની માફક ઉલળીને નીચે ઉતરી પલટી મારી ગયો હતો.
જે અકસ્માતમાં રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો, તેમજ રિક્ષામાં પણ ભારે નુકસાની થઈ છે. અન્ય વાહન ચાલકોએ રીક્ષા ચાલકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ત્યાં તેની સારવાર ચાલુ છે. સમગ્ર મામલાની જાણ થતાં પંચકોષી બી ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.