Jamnagar તા .૩૦
જામનગર પંથક ની સગીરા ના અપહરણ અને દુષ્કર્મ ના કેસ માં સગીરા તથા આરોપી ને પોલીસે ગણતરી ની કલાકોમાં શોધી કાઢી આરોપીની ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ સિક્કા પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકા ના સિક્કા પોલીસ સ્ટેશન માં ગઈકાલે તા.૨૯/૦૬/૨૦૨૫ ના રોજ ગુન્હો જાહેર થયેલ હતો. જેની વિગત એવી છે કે, ફરીયાદી ની સગીર વય ની દીકરી ઉ.વ.૧૭ વર્ષ, ૧૦ માસ, ને આરોપીએ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદી ના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જવા બાબતે સિક્કા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો ની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા ઉપરી અધિકારીઓ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
દરમયના ગઈકાલે મોડી સાંજે સિક્કા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.જે.ચાવડા તથા પો.ઈન્સ. પી.ટી જયસ્વાલ ની સુચના થી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ ચોકકસ બાતમી તેમજ હ્યુનમસોર્સ અને ટેકનીકલસોર્સ થી ચોક્કસ બાતમી ના આધારે આરોપી ભવદિપ હમીરભાઈ ચંદ્રાવડીયા (રહે.હાલ મુંગણી ગામ વાડી વિસ્તાર તા.જી જામનગર મુળ રહે.કડબાલ -જામજોધપુર) ની પોલીસે ધરપકડ કરી.હતી. આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની હકિકત જણાતસ પોલીસે દુષ્કર્મ તથા પોક્સો એક્ટ ની કલમ નો ઉમેરો કરી આરોપી ભવદિપ હમીરભાઈ ચંદ્રાવડીયા ની પૂછપરછ હાથ ધરી છે.