Mumbai,તા.૨૯
કાજોલ છેલ્લે ૨૦૨૪ માં ઓટીટી પ્લેટફોર્મ પર સીધી રિલીઝ થયેલી ફિલ્મ ’દો પટ્ટી’ માં જોવા મળી હતી. આ ફિલ્મ પહેલા, કાજોલની ફિલ્મ ’સલામ વેંકી’ ૨૦૨૨ માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે તે ’મા’ ફિલ્મ સાથે સિનેમાઘરોમાં પરત ફરશે.
કાજોલ તેની નવી ફિલ્મ “મા” દ્વારા ત્રણ વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે, જેમાં કાજોલ એક મજબૂત પાત્રમાં જોવા મળશે. ફિલ્મના અત્યાર સુધી ઘણા પોસ્ટર રિલીઝ થયા છે, જેમાં કાજોલ એક ખતરનાક શેતાન સામે લડતી જોવા મળે છે. પોસ્ટર મુજબ, ફિલ્મની વાર્તામાં એક શિકારી અને રક્ષક વચ્ચે ટક્કર હશે, જેમાં માનું પાત્ર મહત્વપૂર્ણ છે. ટ્રેલર ૩૦ મે, ૨૦૨૫ ના રોજ રિલીઝ થવાની ધારણા છે. કાજોલે આ પાત્રને તેના કરિયરનું સૌથી મજબૂત પાત્ર ગણાવ્યું છે. આ ફિલ્મ પહેલા કાજોલની ફિલ્મ ’સલામ વેંકી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
’મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ ફિલ્મ પછી રાની મુખર્જી હવે ’મર્દાની ૩’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર શિવાની શિવાજી રોયની ભૂમિકામાં જોવા મળશે, જે એક નીડર પોલીસ મહિલા છે. યશ રાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મીનાવાલા કરી રહ્યા છે. નિર્માતાઓએ તાજેતરમાં રાનીનો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ શેર કરી છે. આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે. આ ફિલ્મ ૨૦૨૬ માં રિલીઝ થશે.
કેજીએફ ૨ માં પોતાના શાનદાર અભિનયથી રવિના ટંડને બધાનું ધ્યાન ખેંચ્યું. આ પછી તે ’ઘોડચઢી’માં જોવા મળી. હવે તે ટૂંક સમયમાં ’વેલકમ ટુ ધ જંગલ’ સાથે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. આ એક કોમેડી ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર ઉપરાંત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં રવિનાનો કોમિક ટાઇમિંગ અને તેનો બિંદાસ સ્ટાઇલ દર્શકોને ખૂબ હસાવશે.
’કલંક’ પછી માધુરી દીક્ષિત લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી. આ ફિલ્મ પછી, માધુરી ફિલ્મ ’ભૂલ ભુલૈયા ૩’માં જોવા મળી. આ હોરર-કોમેડી ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા. આ ફિલ્મમાં માધુરીએ મંજુલિકાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં માધુરી અને વિદ્યાના ડાન્સ સિક્વન્સને પણ દર્શકોએ પસંદ કર્યા હતા.