ભારતની સૌથી મોટી રિન્યુએબલએનર્જીઉત્પાદક કંપની અદાણી ગ્રીન એનર્જી લીમીટેડે (AGEL)2025-26 સુધીમાં ‘નેટ વોટર પોઝિટિવ’ બનવા પ્રતિબદ્ધ છે. AGEL ના ઓપરેટિંગ પોર્ટફોલિયોને વોટર પોઝિટિવ, ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ માટે પ્રમાણિત કરવામાં આવ્યા છે.આગામી તમામ પ્રોજેક્ટ્સમાં તે સૌર મોડ્યુલ માટે પાણીનો ઉપયોગ ટાળતા રોબોટિક સફાઈ કરવાનીનેમ ધરાવે છે.વોટરપોઝિટીવનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા કંપની અનેક વ્યૂહાત્મક પહેલો કરશે.
‘નેટ વોટર પોઝિટિવ’ બનવા માટે કંપની સ્વચ્છ પાણીનો વપરાશ ઘટાડશે અને પાણીના રિસાયક્લિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ, સૌર પેનલ સફાઈ માટે પાણીનો ઉપયોગ ઘટાડતી ટેકનોલોજીનો ઉપયોગ, વધુ સારી જળ સંરક્ષણ પદ્ધતિઓની હિમાયત કરવા સ્થાનિક લોકો સાથે સહયોગવગેરે પહેલોકરવામાં આવશે.તે ટકાઉ વિકાસને ગતિ આપવાની કંપનીની પ્રતિબદ્ધતાનોપુરાવો છે.
અદાણી ગ્રીન એનર્જીએ પ્લાસ્ટિક બોટલ્ડ પાણીના ઉપયોગને દૂર કરવા ગ્રીન ટેકનોલોજી લાગુ કરી છે. આ નવીન ઉકેલ દ્વારા હવાના ભેજમાંથી પાણીનો સંગ્રહ કરી સ્વચ્છ પીવાનું પાણી મળી રહે છે.તેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ દૂર થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.
અદાણી ગ્રીન એનર્જી જળ વ્યવસ્થાપનમાં પહેલેથી અગ્રણીની ભૂમિકામાં છે. વર્ષ 2022-23 દરમિયાન200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા ઓપરેશનલ સ્થળોએ તે’નેટ વોટર પોઝિટિવ’ બની ચૂકી છે.ગત વર્ષેકંપનીએ રોબોટિક સફાઈ દ્વારા 3,47,310 કિલોલીટર પાણીની બચત કરી હતી, જે 15.8 લાખ ઘરોના પાણીના વપરાશ જેટલી છે.
પાણીનું ટકાઉપણું પ્રાપ્ત કરવાના લક્ષ્યને સાકાર કરવા માટેના રોડમેપમાં વરસાદી પાણીનો સંગ્રહ, જળસંરક્ષણ અને સમુદાય ભાગીદારી જેવી કેટલીય વ્યૂહાત્મક પહેલનો સમાવેશ થાય છે.કંપનીએ ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલોના 43.5 ટકા સફાઈ માટેપહેલેથી જ રોબોટિક ટેકનોલોજી અમલમાં મૂકી છે.
AGEL એ નાણાકીય વર્ષ 2023 માં જ 200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા તમામ કાર્યકારી સ્થળોએ નેટ વોટર પોઝિટીવીટી પ્રાપ્ત કરી છે.એટલું જ નહીં, ખાવડા, જેસલમેર, કચ્છ જેવા અછતગ્રસ્તપ્રદેશોમાં પાણીનો ઉપયોગ ઘટાડીજળસંસાધનોને ફરીથી ભરવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.