Maharashtra, તા.7
મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ હવે ઠાકરે પરિવારની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે તેમાં ફરી એક વખત ચર્ચામાં આવેલ શુષાંદસિંહ રાજપુત હત્યા કેસ અને તેના પૂર્વ મેનેજર દિશા સાલીયાનના મૃત્યુમાં એક જાહેર હીટની અરજી કરવામાં આવી છે અને તેમાં આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની માંગ કરવામાં આવી છે.
આ અરજી હાઇકોર્ટ લીટીગન્ટ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. 8 જુનના એક પાર્ટીમાં દિશા સલીયાન અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયા બાદ દિશાએ આત્મહત્યા કરી હતી અને આ કેસમાં આદિત્ય ઠાકરેની ભૂમિકા રહી હોવાનો આરોપ મુકાયો છે જેમાં હવે તેની પૂછપરછની માંગ થઇ છે.