America,તા.30
વર્ષ 2025માં એકવાર ફરીથી કોરાના વાયરસની ચર્ચા શરૂ થઇ ગઇ છે. કેટલાંક દેશોામં કોવિડના નવા વેરિયન્ટના કેસની સંખ્યા વધી રહી છે. સિંગાપુર, હોંગકોંગ અને ભારત સહિતના દેશઓમાં કોરોનાના નવા કેસની પુષ્ટિ મળી રહી છે, યુએસમાં પણ નવા COVID-19 વેરિયન્ટની પુષ્ટિ થઇ છે.
સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એરપોર્ટ સ્ક્રિનિંગના નવા COVID-19 વેરિયન્ટ NB.1.8.1ના કેસ વિશે માહિતી મળી છે, જેને ચીનમાં વાયરસના ઉછાળ સાથે જોડવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેલિફોર્નિયા, વોશિંગ્ટન રાજ્ય, વર્જિનિયા અને ન્યૂયોર્ક સિટી એરિયાના એરપોર્ટ પર આવતા ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સમાં NB.1.8.1 વેરિયન્ટ સાથે જોડાયેલા કેસ જોવા મળી રહ્યા છે.
NB.1.8.1 વેરિયન્ટ ઓમિક્રોનના JN.1 વેરિયન્ટનો જ ભાગ છે, એટલે કે, તે JN.1 વેરિયન્ટનું આગામી રૂપ છે. ભારત સહિત એશિયાના કેટલાંક ભાગમાં ઝડપથી ફેલાયા બાદ હવે આ વેરિયન્ટ અમેરિકામાં પણ ફેલાઇ રહ્યો છે. હાલ સ્વાસ્થ્ય અધિકારીઓ તેના પ્રસાર પર બારીકીથી નજર રાખી રહ્યા છે.